________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૯૩
કરતા'તા કે આમાં શું લાભ થઈ જવાનો છે ? અને આ ગાંધીજી તો બહુ જબરા હતા, આંટાવાળા માણસ ! વિઠ્ઠલભાઈએ આંટો જોયેલો નહીં. એ તો સીધું બેરિસ્ટરપણું. વિઠ્ઠલભાઈ ને વલ્લભભાઈ બે સિંહ હતા, એ ચરોતરના બે ભાઈ તો !
પછી લોકોને જાગૃતિ આવી. ગાંધીજીએ પેલું મીઠા સારુ ચળવળ કરી, મીઠામાંય કાઢી કાઢીને લોહી દેખાડ્યું ને લોકોએ લોહી દીઠું એટલે શૂરવીર થયા. લોહી દેખે નહીં ત્યાં સુધી શુરવીર કેમ થાય ? એ લોહી દેખ્યું ને, એટલે પ્રજા છે તે સરકારના વિરુદ્ધ થઈ ગઈ કે આ સરકાર બહુ ખોટી. જુઓ ને, મારી નાખ્યા લોકોને. મૂળ કારણ કોઈ જોતું નથી, ન્યાય જોતું નથી. લોક તો શું થયું એ જુએ. શું જુએ ? એટલે ગાંધીજીએ દેખાડવું'તું, તે દેખાડ્યું બધાને. આમ પ્રજાને ફેરવી. | મુખ્ય, ગાંધીજી નિર્મમતાવાળાને ! કોઈ-કોઈ લોકો ગાંધીજીને કંઈ ને કંઈ ગાળો દેતા'તા. એ તમે અત્યારે સાંભળો તો તમને અજાયબી લાગે ! બે તો છોકરાના નામ પર મિલ કરી છે, આવું લોકો બોલે. હવે પચ્ચીસ ટકા પબ્લિક સાચું સમજે કે ગાંધીજી સારા છે.” તે પોણો સો ટકા કહે કે “બહુ ખરાબ છે. તેમણે તો મિલો કરી.” એના ઝઘડા ચાલે મહીં-મહીં, વાદ-વિવાદના. પોતાની પોળમાં બેઠા હોય તોય લડી પડે મૂઆ. ગાંધીજી ક્યાંય ગયા અને લઢવાડ રહી !
વલ્લભભાઈએ સર્વસ્વ પ્રકારની મમતા છોડી પ્રશ્નકર્તા : એ વલ્લભભાઈનું તો અમે જાણેલું કે સિંહ હતા.
દાદાશ્રી : એ એકલા જ નહીં, સરદાર અને વિઠ્ઠલભાઈ બન્ને ભાઈઓ એવા. બીજા બે ભાઈઓ હતા પણ આ બે ભાઈઓ એવા જ હતા. કારણ બને ભાઈઓએ માથું મૂંડાવેલું.
પ્રશ્નકર્તા: માથું મૂંડાવેલું?
દાદાશ્રી : વાળ રાખ્યા'તા ને માથું મૂંડાયેલું. માથા પર વાળ હતા આવડા આવડા પણ માથું મૂંડાવ્યું'તું. એટલે લોક ચમક્યા કે માથે વાળ