________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
છે ને શું મૂંડાવ્યું ? આ માથું મૂંડાવવું એટલે શું ? સર્વસ્વ પ્રકારની મમતા છોડી દેવી.
૯૪
પ્રશ્નકર્તા : સર્વસ્વ મમતા છોડી દેવી ?
દાદાશ્રી : હા... એકલા દેશની પાછળ પડેલા બે ભાઈ. એમના વાઈફનો તાર આવ્યો તોય કહે છે, ‘કોર્ટમાં ગયા છે.’
લોખંડી પુરુષે બાંધી દેડકાતી પાતસેરી
પ્રશ્નકર્તા ઃ એ સરદાર વલ્લભભાઈ તો બહુ જબરજસ્ત હતા. દાદાશ્રી : જબરજસ્ત પુરુષ !
પ્રશ્નકર્તા : અને હિન્દુસ્તાનનું કલ્યાણ પણ...
દાદાશ્રી : ફોરેનવાળાએ કહ્યું કે લોખંડી પુરુષ ! એ ચર્ચીલ પણ સમજી ગયો કે આ લોખંડી પુરુષ હતા ને આ બધા રાજ્યોને ઘડીવારમાં ભેગા કરી નાખ્યા. આ હિન્દુસ્તાનના રાજ્યો ભેગા નહીં થાય એવું ફોરેનવાળા બધાના મતમાં હતું.
પ્રશ્નકર્તા ઃ ને સરદાર ન હોત તો ના થાત.
દાદાશ્રી : નહીં, ફોરેનવાળા શું ગણતા અહીંના રાજ્યોને કે આ છે તે દેડકાની પાનસેરી જેવો થશે ઘાટ. દેડકાની પાનસેરી બાંધવી હોય તો બંધાય નહીં. કારણ કે આમથી આમ નાખીએ ત્યારે પેલી બાજુ આમ કૂદીને બહાર નીકળી જાય. પાનસેરી પૂરી બંધાય નહીં. તે આ રાજ્યો બધા બાંધતી વખતે અહીં આગળ આ બાજુ બાંધશે, ત્યારે પેલી બાજુ ફરી જશે, ફટકી જશે એવું એ લોકોએ માનેલું અને પેટ ઠંડું રાખેલું. પેટમાં પાણી હાલવા નહીં દીધેલું પણ ત્યારે આમણે બાપ થઈને માર્યો એને. દરેક સ્ટેટવાળાને કહે, ‘હું તારો ફાધર છું.’ લે, બાપ થયા. બાપ થઈને ગાદી લઈ લીધી હડહડાટ. જેની આંખ્યોમાં જબરજસ્ત નિર્મમત્વ દેખાય, ચોખ્ખું. અને નિર્મમત્વ એ જ પરમાત્મા, એથી આગળ બીજા પરમાત્મા ક્યાં લેવા જવા ?