________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૮૯
અહીં આગળ ગળામાં કોડિયું બાંધવું પડે. થુંકવું હોય તો નીચે ના ઘૂંકાય, કોડિયામાં થુંકવું પડે અને પાછળ પગલા પડે એના, બૂટ તો હોય નહીં બિચારાને. એ જમીન પર પગલા પડે તે નુકસાનકારક, માટે એની પાછળ ઝેડું બંધાતું તે પગલાં ભૂંસાઈ જાય. એ આગળ ચાલે ને ઝડું પાછળ ચાલે. ઝેડું તમે સમજો ને ?
પ્રશ્નકર્તા : સાવરણી.
દાદાશ્રી : સાવરણી નહીં, ઝેડું. એટલે આ કાંટાળું ઝાંખરું હોય છે ને, આ જે વાડમાં ઊગેલા, તે બંધાવડાવે. એ તો અનુ-ઈવન હોય. તમે કહો છો ને, એ તો ઈવન હોય. એ તો કેવું હોય ? રેગ્યુલર સ્ટેજમાં હોય, પણ આ તો ઝેડાં બંધાવે.
હવે આટલો બધો તિરસ્કાર ! મને તો બહુ ખરાબ લાગે કે આ કઈ જાતના લોક !
પ્રશ્નકર્તા: એવું જોયેલું તમે દાદા, તમારા વખતમાં?
દાદાશ્રી : જોયેલું બળ્યું. આ બધું જોઈને હું થાકી ગયેલો. મારું મગજ ખસી જાય. હું તો ક્ષત્રિયપુત્ર. મને હઉ ગુસ્સો આવે. “કઈ જાતના લોકો ? અહીં ક્યાં મારો જન્મ થયો ?”
તે હરિજનોને તો આગળ કોડિયું અને પાછળ ઝેડું બાંધવાનું. અમે ઊંચી નાતના ને તમે હલકી નાતના !
એટલે અમારે કહેવું પડે છે, “હે ભયંકર નર રાક્ષસો, તમારે હજી બહુ ભોગવવું પડશે. આ કૂતરું તમારા ઘરે પગલા કરી જાય, બિલાડી દૂધ પી જાય એ તમે પીવો છો. એ ચાલે ને મનુષ્ય પર આવો ભયંકર અત્યાચાર ” ન્યાય-અન્યાય જોવાનો જ નહીં આમાં ? હિન્દુસ્તાનમાં માનવતા શોધે ક્યાં જડે ?
તિરસ્કારથી થયું હિન્દુસ્તાન દુઃખી અત્યારના લોકોમાં મોહ વધી ગયા એટલે પ્રજા થઈ ગઈ ડાઉન.