________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૮૭
એટલે જેટલી સ્પીડથી બગાડે તેટલી સ્પીડથી સુધારે. અને એવું જ થવાનું છે, જોજો ને !
આ સાધનો જ આપણને સંસ્કારવાળા બનાવશે. એમાં સાધનનો દોષ નથી, એ માત્ર નિમિત્ત છે. માટે સાધનોનો વાંધો નથી, સાધનો ભલે ફેલાય.
પછી સોલ્યુશન મળ્યું કે આ જે ખરાબ કરનાર સાધનો ઊભા થયા છે તે જ સાધનો હિન્દુસ્તાનને સુધારશે અને ઊંચે લાવશે. એટલે આ રેડિયો-બેડિયો, ટેપરેકર્ડો ને આ બધા જ સુધારશે પાછા ને તે જ બધા સાધનો હિન્દુસ્તાનને કલ્યાણકર્તા થઈ પડશે.
હવે આ સિનેમાઓ ને એ બધું સવળું કામ કરશે. આમ સહેવાશે નહીં જ્યારે, ત્યારે બધું સવળું કામ કરશે. આ બધું ત્યારે વિચારેલું, તે મહીંથી જવાબ મળ્યો. ત્યાર પછી એની પર વેર નહીં. પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા.
જે સાધનોએ આપણો નાશ કર્યો, તે સાધનો આપણને સુધારનારા બહુ મોટા, સરસ સાધનો છે. નહીં તો આમ રોજ ઉપદેશ આપીએ ને આમ દહાડા વળે ? આમ પેપરોથી દહાડા વળે કંઈ ? એને તો આ સાધનો જ ઝપાટાબંધ પાછો લાવી દે. આ સાધન કેવા મોટા !
પ્રશ્નકર્તા : એટલે આ સાધનો બહુ મોટા છે, એટલી સ્પીડથી જ સુધારે.
દાદાશ્રી : એટલી સ્પીડથી સુધારી આપે. એની માટે કોઈ વસ્તુ નુકસાનકારક નથી. કાળ એવો ભેગો થાય ત્યારે નુકસાન થાય.
આ સાધનો કલ્યાણતા મોટા નિમિત્ત બનશે પ્રશ્નકર્તા દુનિયામાં તમે એક જ ધર્માત્મા હશો, સિનેમાનેય સારું કહેનાર !
દાદાશ્રી : આ તો સારી વસ્તુ છે. પેલો વિડિયો લાવે તો શું થાય,