________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
‘ભઈ, બાજરીનું મોળિયું છે. બીજું, તું ઘી-ગોળ ખઉ તો આપું.’ ત્યારે મેં કહ્યું કે ‘ના, મારે ઘી-ગોળ ના જોઈએ.' તે મધ આપે ત્યારે જ હું ખાઉં, પણ દૂધપાકને તો અડું જ નહીં. પછી બાએ મને સમજાવ્યો કે ‘ભઈ, સાસરીમાં જઈશ ત્યારે કહેશે કે શું એની માએ દૂધપાક નથી ખવડાવ્યો કોઈ દહાડો ? ત્યાં તને દૂધપાક મૂકશે ને તું નહીં ખાય તો ખરાબ દેખાય. માટે થોડું થોડું ખાવાનું શરૂ કર.' આમતેમ મને પટાવ પટાવ કર્યો, પણ કશું દહાડો વળે નહીં. એ ચીઢ પેસી ગઈ એ પેસી ગઈ.
૭૯
ફાટેલું ધોતિયું પહેર્યું કળાથી
પ્રશ્નકર્તા : દાદા, તમને પહેલેથી કોઈ પણ બાબતનો ઉકેલ લાવવાની બહુ કળા આવડતી, તો એકાદ-બે પ્રસંગ કહો ને.
દાદાશ્રી : મારા કપડાંને સાંધવાની છૂટ પણ થીગડું મારવાની છૂટ નહીં. એક વખત નાનો હતો ત્યારે લગ્નમાં જવાનું થયું. મેં ધોતિયું પહેરવા લીધું ત્યારે બા કહે છે, ફાટેલું છે ભઈ. તો મેં કહ્યું કે હું એવું પહેરું કે ફાટેલું દેખાય જ નહીં. તે મેં ફાટેલું પહેર્યું ને બાને બતાવ્યું તે બાને ફાટેલું દેખાયું જ નહીં. ત્યારે બા કહે, ‘તું બહુ કળાવાળો છું.’ છતાંય એ બધી કળા પુદ્ગલની કરામત છે. પહેલાં મને એમ લાગતું કે આ મારી કરામત છે અને હું એમાં રાચતો હતો. પણ જ્ઞાન થયા પછી સમજ્યો કે એ પુદ્ગલની કરામત છે. મૂઆ, આ પુદ્ગલની કરામત તો જડની કરામત છે. મૂઆ, ચેતનની કળા ખોળી કાઢ ને ! પુદ્ગલની કરામત તો વાંદરાય ખોળી કાઢે, એ તો વાંદરા પણ કરે.
એકમાંથી કર્યા પાત બે
પ્રશ્નકર્તા : જ્ઞાનીની પુદ્ગલની કરામત પણ અમને જાણવાની મજા આવે.
દાદાશ્રી : તે નાનપણમાં રોજ પાન ખાવા જતો. તે એક દિવસ એક ભાઈબંધ જોડે હતો, પણ મારી પાસે પૈસા તો એક જ પાનના હતા. તે શું થાય ? પણ મેં પાનવાળાને કહ્યું કે તું રોજ બે પાન ડબલ આપે