________________
૭૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આપણે તો નહોતા ખાતા. પણ ગમે તેમ તોય ઈરાનીની ચા સારી, મને તો એનું (ઈરાનીનું) મોટું જોવાથી ચા સારી લાગતી હોય.
ગયા ભજિયાં ખાવા ત્રણ માઈલ છેટે પ્રશ્નકર્તા: ભજિયાં તો આપને ભાવતા ને, તે ક્યાં ખાતા ?
દાદાશ્રી : હું ભજિયાં ખાવા ગયેલો નાનપણમાં. એક જગ્યાએ ત્રણ માઈલ છેટે ભજિયાં બહુ સારા બનાવતા'તા. તે ઝૂંપડામાં બનાવતો'તો. તે અહીં આગળ બજારમાં સરસ હૉટલો મેલીને ત્યાં ભૈયાદાદાના ઝૂંપડે ખાવા ગયા'તા. મેં ખાધા ત્યારે મેં કહ્યું, “કહેવું પડે મારું હારુ ! જેનું સારું હોય, તે છેટે કાઢે તોય ચાલે.”
રસ્તામાં છે તે ખઈ લે ને છાનોમાનો. ત્યારે કહે, “ના, ભૈયાદાદાને ત્યાં ટેસ્ટ પડે.” અને ત્યારે માણસને એ ટેસ્ટ યાદ રહ્યા કરે કે આવો ટેસ્ટ છે એ ભજિયાંનો. અહીં બીજા આપીએ ને ત્યારે કહે, “પેલાના, આ નહોય એ. ભૈયાદાદાના નહોય આ ભજિયાં.” એટલી બધી યાદગીરી હોય એની.
અમને ભાવે જલેબી, પણ દૂધપાક પર ચીઢ પ્રશ્નકર્તા: બીજું હૉટલમાં જઈને શું ખાતા ?
દાદાશ્રી : કામ ઉપર જતા પહેલાં હૉટલમાં જતા ને જલેબી બહુ ભાવતી. તે બધા મિત્રો ભેગા થઈ અને જલેબીનું પડીકું મંગાવીને બે-ચાર ખાઈએ. તે નિરાંતે નાસ્તો કરીને અમે કામ પર જતા. પણ ડાયરીમાં હૉટલનો ખર્ચ નહીં લખવાનો, પરચૂરણ ખર્ચ લખવાનો.
પ્રશ્નકર્તા: જલેબીની જેમ બીજી મીઠાઈ પણ ભાવતી ?
દાદાશ્રી : ના, એક ફેરો નાનપણમાં હું દૂધપાક ખાતો હતો કે, તે ઊલટી થઈ ગઈ. હવે ઊલટી બીજા કારણોથી થઈ, દૂધપાકના કારણથી નહીં. પણ મને દૂધપાક પર ચીઢ ચઢી ગઈ. ફરી દૂધપાક દેખું ને ગભરામણ થઈ જાય. એટલે પછી દૂધપાક મારે ઘેર કરે ત્યારે બાને કહ્યું કે “મારે આ ગળ્યું ખાવાનું નહીં ફાવે, તો તમે શું આપશો ?” ત્યારે બા કહે છે,