________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સારું થાય ? આ ત્રણ વરસથી થોડો થોડો મીઠો પડવા માંડ્યો છે. પછી બધું મીઠું અનાજ થશે, સરસ.
અલબેલી નગરી મુંબઈ તે ઈરાતી હોટલની ચા પ્રશ્નકર્તા: દાદા, એવી કોઈ તમારા જમાનાની વાત કહોને.
દાદાશ્રી : અમે ૧૯૨૮માં મુંબઈ આવતા. તે દહાડે મુંબઈ નગરી બહુ રૂપાળી હતી અને બહુ મજાની લાઈટ હતી. તે અઠ્ઠાવીસની સાલને અત્યારે કેટલા વષો થયા ?
પ્રશ્નકર્તા : છપ્પન વર્ષ થયા (૧૯૮૪માં).
દાદાશ્રી : ત્યારે કેવી અલબેલી નગરી આ તો ! અમે ૧૯૨૮માં આવતા ને, ત્યારે મ્યુનિસિપાલિટી કેવી સરસ ડહાપણવાળી ! જરાય ગંદવાડો નહીં, ચોખ્ખાઈ.
પ્રશ્નકર્તા : હા, બહુ ચોખ્ખાઈ હતી, દાદા.
દાદાશ્રી : અને અત્યારે તો કાં દબાણ આવ્યું હોય, કાં તો મ્યુનિસિપાલિટીને એ ગોટાળિયું થયું હોય પણ અત્યારે તો એવું જ છે હવે.
પ્રશ્નકર્તા ઃ ગોટાળિયું.
દાદાશ્રી : કાં તો દબાણેય હોય. કારણ કે તે દહાડે બાર લાખની વસ્તી હતી અહીં અને અત્યારે (૧૯૮૪માં) સિત્તેર લાખની વસ્તી હશે.
પ્રશ્નકર્તા એક કરોડ થઈ ગઈ હશે હવે. દાદાશ્રી : મ્યુનિસિપાલિટીય શું કરે છે ?
ત્યારે એ નગરી કેવી રૂપાળી ! અને દરેક ચીજની કેવી આમ ફેસિલિટી મળે ! અને ઠેર ઠેર પેલી દુકાનો-હૉટલો, ઈરાનીની. એની ચા પીવે એટલે ટેસમાં આવી જાય.
પ્રશ્નકર્તા : ઈરાનીની ચા બહુ વખણાય.