________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૮૩
અહંકારના આધારે અંગૂઠો ધરી રાખ્યો મારામાં અહંકારી ગુણો બધા ખરા. એક ફેરો મેં અહંકાર કરી દીધો'તો મારા ગજા પ્રમાણે. તે દહાડે તો અહંકાર ભારે ને !
નાનપણમાં મારો ભઈબંધ મને કહે કે તારા અંગૂઠે દીવાસળી બાળું તો તું સહન કરે ? મેં અંગૂઠો ધરીને કહ્યું કે બાળ. તને આવો ભાવ થયો છે, તો મને અભાવ થાય તો હું મૂરખ કહેવાઉં. ભઈબંધને એમ ભાવ થયો છે કે તારો અંગૂઠો કેટલો સ્થિર રહે છે ? તો મનેય ભાવ ઉત્પન્ન થયો, ‘જા ને તું કહું એટલો. તારે જેટલી સળગાવવી હોય એટલી, તું થાક ત્યાં સુધી. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી દીવાસળી, તું કહું એટલો વખત.” ત્યારે કહે, “મારે અખતરો કરી જોવો છે.” તે એક જ દીવાસળી સળગાવી.
મેં કહ્યું. “બે કાઢ, સળગાય.” અને બે દીવાસળી સળગી રહ્યા સુધી ધરી રાખ્યું, જરાય હાલ્યો નહીં. મોઢા ઉપર અસર નહોતી આવી. તે પછી મને કહે છે, “ના, હવે મારે નથી કરવું. હવે રહેવા દ્યો. તમારું નામ ના દેવાય.”
પ્રશ્નકર્તા: પછી ફોડલો થયો'તો ને, દાદા?
દાદાશ્રી : એ તો થાય વળી, પણ મને અસર થઈ નહોતી એ મેં જોયેલું. અહંકાર શું ના કરે? આ ક્ષત્રિયો અહંકારથી જ આ બધું ભોગવી શકે છે. અમે જાતે ક્ષત્રિય કહેવાઈએ. ક્ષત્રિયોના પરમાણુ બહુ કઠણ હોય. ગળું કાપે ને તોયે અસર ના થાય. તેથી ભગવાને કહેલું ને કે તીર્થંકર ગોત્ર ક્ષત્રિય વગર હોય નહીં.
કમાયા પૈસા નાટકતા કોન્ટ્રાક્ટમાં પ્રશ્નકર્તા : તમે નાટક-સિનેમા જોવા જતા ?
દાદાશ્રી : હા, નાટક જોયેલા મેં તો, પણ એટલા બધા નહીં. નાટક એટલે નાના-નાના, જ્યાં ઓછા પૈસાની ટિકિટો હતી તેવા અમારા ગ્રામ્યનાટકો જોયેલા ભાદરણ ગામમાં. અહીં શહેરમાં તો અમારે આવવાનું જ ક્યાંથી થાય છે ? અમારા ગામમાં નાની-નાની કંપનીઓ જે આવે, એ નાટક જોયેલા.