________________
૮
૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : હા, રિએક્શન આવે છે ને જે બોલ બોલ્યો, પંપ મારેલો, તે પંપ તો ફૂટ્યા વગર રહે નહીં ને ! પણ એવું કર્યા વગર ત્યાં બેસી રહે મૂઆ.
નાનપણથી મોડેથી નાહવાની ટેવ પ્રશ્નકર્તા તમે વહેલા નાહી લેતા હશો ને, દાદા?
દાદાશ્રી : નાનપણથી હું નવ-સાડા નવ-દસ વાગે નાહતો'તો. તે અત્યારે મને તો લોકો એવું કહે, ‘દાદા, તમારે વહેલા નાહી લેવું જોઈએ.” બધુંય કહે મને તો, ત્યારે હું શું કહું? ‘હા, એવું કરીશ હવે.”
પ્રશ્નકર્તા : અને વહેલા નહાવા જાવ તો પાછા કહે, ‘દાદા, આજે વહેલા કેમ નહાવા ગયા ?”
દાદાશ્રી : એ તો આવું જ હોય ને ! કારણ કે એને વ્યવસ્થિતની ખબર નથી. એટલે એવું બોલી જાય છે ને, બિચારો. અને વહેલું કરી શકતો હશે એ પોતે ? બાકી કંઈ આ રીતરસમ, નહાવાની ઢબ મારી આજની નથી. વેપારી થયો તોય કોઈ દહાડો એમાં ફેર પડ્યો નથી.
ચાલતી વેળા ભોંય ખખડતી અત્યારે મારું શરીર આવું દેખાય પણ હું સોળ વર્ષનો હતો ને, તે ફળિયામાં જતો, તે જતા-આવતા ઘરમાંય આ લોકોને સંભળાય કે આ ભોંય ખખડે છે ! સોળ વર્ષનો હતો તોયે જમીન એટલી બધી ખખડે. એ તો આ ઉંમરને લઈને બગડી ગયું શરીર બધું.
પ્રશ્નકર્તા: તમે બહુ ટટ્ટાર ચાલો છો અને આ બધા આમ (ઝૂકીને) ચાલે છે.
દાદાશ્રી : હા, આમ ચાલે છે. તેજ કંઈ ગયું ? એવું ચલાતું હશે ? આ આમ રોફભેર ચાલીએ ! દયા ખાવી પડે એવું શું કરવા કરીએ આપણે ? કો'કને દયા ખાવી પડે કે બિચારા આ ડોસા પૈડા થઈ ગયા હવે !