________________
૭૪
પ્રશ્નકર્તા : એ જમાનો ગયો.
દાદાશ્રી : ફરી આવશે પણ !
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
રસ-કસ ઘટયા ફળો-અનાજમાં
હું બાર-પંદર વર્ષનો હતો ત્યારે ખાવા બેઠા હોય ને, પછી દાળ પીવાનું મન થાય તે છાનામાના લઈ લે. દાળ એવી હોવી જોઈએ. આ તો દાળ મોઢામાં અડાડવી હોય તોય ગમતી જ નથી. એટલે દાળ ખાતો જ નથી. અહીંયા કોઈને એવી દાળ જ બનાવતા નથી આવડતી ને !
તુવે૨ોમાંય રસ-કસ ઘટ્યો છે. આ બધી વસ્તુઓમાં રસ-કસ ઘટ્યો. બધો ૨સ-કસ વગરનો માલ છે આ બધો અને ખાતર પેલું રાસાયણિક નાખેલું. ખાતર ના નાખેલી કઈ કઈ ચીજ છે મને કહો ! ખાતર ના નાખેલી ચીજ કઈ રહી છે તે મેં જોઈ. તે આ સરગવાની સીંગ, કોઠાં, કેરી, આ બધા અમુક અમુક જાતના છે તે એમાં નથી નાખ્યું. આપણા કોઠાં તો પ્રખ્યાત. જો વપરાવા માંડ્યા છે ને અત્યારે. પહેલાં તો કોઠી નીચે એટલા કોઠાં પડ્યા હોય, એમ ને એમ જ સડી જાય. જાનવરોય ના ખાય બિચારા. અત્યારે એકુંય કોઠું રહેતું જ નહીં કાચું અને એ કોઠું તો કેવું !
અમે નાનપણમાં જતા દસ-બાર વર્ષમાં, તે મળસ્કે પાંચ વાગ્યે જઈએ, તે ઉપરથી પડે. આ આવડું નાળિયેર જેવડું જ, આપણું આ નાળિયેર આવે છે ને લીલું. આમ તોડ્યું હોયને શાખ પડેલું, તે સુગંધી જોઈ હોય ને, તમે ખુશ થઈ જાવ. અત્યારે લોકોય કોઠાં જેવા થઈ ગયા છે ને !
મને તો અત્યારે જે કેરી ખાઉ છું ને, તે ભાવતી નથી. કેટલાય વર્ષથી આ કેરીઓ બધી ખાઉ, પણ મને સંતોષ ના થાય કોઈ કેરીથી. કોઈ એવી કેરી ના મળે કે મને સંતોષ થાય ! કારણ હું પંદર વર્ષનો હતો ને, ત્યારે તે કેરી ખાધેલી, તે હજુય મારા મનમાંથી ભૂલાતી નથી કે આવીય કેરી હતી. કેવી કેરીઓ બધી ! રત્નાગિરી હાફુસ હોય તે બહુ મીઠી હોય અને મીઠાશમાં ઓર જ જાતનો, મીઠાશ નામનો જ ગુણ