________________
૭૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : હાજી.
દાદાશ્રી : તે બે રૂપિયા વાપરીએ તો તે છ-સાત ભાઈબંધ જોડે ફરે. તે “જી હા, જી હા’ કર્યા કરતા હોય અને અમને એ ફાવતું આવેલું, “જી હા, જી હા’ કરનારું.
પ્રશ્નકર્તા : બે રૂપિયામાં ?
દાદાશ્રી : હા, બે રૂપિયામાં તો છ-સાત ભઈબંધો પાછળ ફર ફર કર્યા કરે. તો એ પહેલાં સ્થિતિ કેવી હશે લોકોની ? આપણા બે રૂપિયા, એમાંથી કંઈક મને મળશે, એટલા હારુ આપણી પાછળ ફર ફર કર્યા કરે બિચારા. ‘હા જી, હા જી યે કહેવા લાગે. હજુ તમે એવા કંઈ સુખ દીઠા છે, બે રૂપિયા ઉપર આટલા ભાઈબંધો પાછળ ફર્યા કરે એવું ? ફરે પાછળ ? પહેલાં તો મંદી બહુ ને ! બપોર થાય ને, એટલે વડોદરા જેવા શહેરમાં છે તે અમારા ગામના હોય, અમારા છ ગામના ઓળખાણવાળા હોય, તે મહીં બે-ચાર જણ તો એવાય નીકળે કે બપોર થાય એટલે ચા પીવા માટે જ આવે. ઘેરથી બૈરીને કહે, “આજ હેંડો, ત્યાં જઈને ચા પી આવીશું.” એટલે ઘેર ચા બચાવવા માટે એક માઈલથી ઠંડતા ઠંડતા આવે ને માઈલ પાછા જાય. બચાવ્યું શું? ત્યારે કહે, “ચા.” અત્યારે છે કંઈ એવી ભાંજગડ ? અત્યારે તો ચા પાઈએ તોય ખુશી નહીં, જમાડીએ તોય ખુશી નહીં. તે દહાડે તો જમવાનું હોય તો ચાર દહાડાથી બાધા રાખે. જમવાનું સારું બનાવવાનું હોય ને, તો સવારથી એના મનમાં પાણી આવ્યા કરે કે “આજ દૂધપાક ખાવાનો છે, આજ દૂધપાક ખાવાનો છે.” અને આજે તો કોઈને જમવાની પહેલી જ નથી ને ! કારણ કે આ ક્યારથી જમવાનું ઊડી ગયું બધું ? રોજ બે-ત્રણ ચા ભાળીને એટલે. પહેલાં તો ગળપણ ચાખેલું જ નહીં ને ! આ તો નરી ખાંડની ચા મળે. એટલે પછી મોટું ભાંગી ગયું બધાનું. પહેલાં તો ગળ્યું આવ્યું તો ભગવાન મળ્યા જાણે !
તે દહાડે પરવળ એક રૂપિયે રતલ વેચાતા'તા. તે ગાયકવાડ સરકારને ત્યાં ખાતા'તા.