________________
६८
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બધી સૂઝ પડે, બહુ સુંદર પડે પણ સ્વતંત્ર જોઈએ. ધંધામાં કોઈ કહેનાર નહીં ને ! મોટાભાઈ તો મારા ભાઈ હતા, એમાં કશો વાંધો નહીં. બીજો કોઈ કહેનાર નહીં ને ! એમણે સૂઝ પડવા દીધી ને પછી મને ડફડાવ્યો નથી. જાણે સ્વતંત્ર હોઈએ એ રીતે સોંપેલું ને, તે આવડી ગયું.
તે ધંધામાં દોઢ વર્ષમાં તો ભઈ મને કહે છે કે તું તો ફર્સ્ટ નંબર લાવ્યો, ફર્સ્ટ ! તું તો હોશિયાર થઈ ગયો ! અને મારા મનમાંય ખાત્રી થઈ ગઈ કે હોશિયાર થઈ ગયો. પછી મનમાં લોભ જાગ્યો કે પૈસા કમાઈએ. ધંધો સારો છે એટલે એમાં પડ્યા પાછા. ધંધામાં મને રુચિ પડી ગઈ, પૈસા કમાવવાનું જડ્યું. પછી કારખાના નાખ્યા ને બીજું બધું એમ કરીને દહાડા કાઢ્યા.
એવું તેવું ધંધા ઉપરનું કામ તો બધું આવડે. કોમનસેન્સ ખરી, તે બધો ફોડ પાડી આપું. નાનપણથી ફોડ પાડી આપું. પણ આ ભણવાના થોથાં-ચોપડા વાંચવાના, આ શું ધાંધલ ? આ પોસાય નહીં ને.
ગુલામીમાંથી મુક્ત કરે એ ખરું જ્ઞાત મેટ્રિકમાં નાપાસ થયો. બોલો હવે, મારી સમજણ-અક્કલ જોઈ લીધી તમે ?
પ્રશ્નકર્તા : આમાં અક્કલનું કામ નથી.
દાદાશ્રી : પણ હું ડફોળ કહેવાયો કે ડફોળ હતો તે મેટ્રિકમાં નાપાસ થયો. પણ મને ડફોળ હતો તો આ ફાવ્યું. આ પાસ થયો નહીં, નહીં તો હું પેલામાં રખડ્યા કરત ને સુબોની નોકરી કરવી પડત અને સરસૂબો ટૈડકાવત.
જે જ્ઞાન આપણે જાણીએ અને તે આપણને છે તે ગુલામ બનાવે, તે જ્ઞાન કામનું શું ? ગુલામીમાંથી મુક્ત કરે, એનું નામ જ્ઞાન.
ઊલટો જો પાસ થયો હોય તો પછી સૂબો થાત, આ તો ઊલટી ગુલામી. તો સરસૂબો ટેડકાવ ટૈડકાવ કરત. પણ કુદરતે આબરૂ રાખી, આખી જિંદગી નોકરી કરવી ના પડી. મને તો ઉપરી ના જોઈએ એટલે