________________
૬૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તો મને વાંધો નથી. તમે કહો એ કરીશ.” પછી ભાઈ કહે છે, “હા, બહુ સારું. તો એમ કર ને, આપણા ધંધામાં આવવું હોય તો આવી જા. બીજી જગ્યાએ જવાય નહીં, એના કરતા આપણે ઘેર જ રહે અને અહીં કામમાં પેસી જા. આ કોન્ટ્રાક્ટનું કામ કર, હંડ.”
કંટાળીને મોટાભાઈએ લગાડ્યા ધંધામાં ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું.” હેંડો, ચાલો, સૂબો થવાનું તો બંધ થઈ ગયું આપણે. ધંધો સ્વતંત્ર અને ઘરનો ધંધો એટલે વાંધો નહીં ને ! પૈસા જોઈતા હોય ત્યારે વાપરવા મળે. હા, હેય હૉટલોમાં જવાય, ચા-પાણી પીવાય, આય થાય, તેય થાય.
એ મને સારું ફાવ્યું, સ્વતંત્ર તો રહેવાનું અને ધ્યાન-ધ્યાન કરવું હોય મનમાં તો, સત્સંગ કરવો હોય, ચોપડીઓ વાંચવી હોય તો થાય. વાંચતા જઈએ ને કામ કરતા જઈએ.
પછી બ્રધર કંટાળી ગયા કે હવે ઊંધે રવાડે ચઢશે, એના કરતા ધંધામાં ઘાલી દો. એટલે એમને નાછૂટકે મને ધંધામાં લેવો પડ્યો, કોન્ટ્રાક્ટના. એટલે મેં જાણ્યું કે આપણી દશા ફરી હવે. શનિની દશા હતી તે ઊતરી.
ખુમારીવાળાને બધી ચીજ મળે એટલે કોન્ટ્રાક્ટની લાઈનમાં દાખલ થઈ ગયો. અમારા ઘરના જ ધંધામાં હું પછી પેસી ગયો અને એમાંથી કોન્ટ્રાક્ટર થઈ ગયા. પણ સૂબો ના થવું પડ્યું. દબાયો નથી કોઈથી, “નોકરી કરું નહીં કહ્યું. આ મનુષ્યનો અવતાર તે ભાડે આપવાની ચીજ છે ? મહિનાનું ભાડું કેટલું લે ? બે હજાર. ત્યારે કહે, રોજના સાઠ-પાંસઠ રૂપિયા પડ્યું ને ભાડું ! આ એના કરતા એક મશીન આપીએ તો સરકાર સો રૂપિયા ભાડું આપે. મશીનનું ભાડું આપે કે ના આપે સરકાર?
એટલે હું ભાડે અપાયો નથી, બા. આ બળદને રોજ ત્રીસ ભાડું આવે છે અને આનું ભાડું પચાસ-સાઈઠ. ત્યારે મૂઆ, આમાં તારો ઉપયોગ