________________
[૨.૨] મેટ્રિક ફેલ
નોકરી કરવાનો પ્રસંગ જ પ્રાપ્ત થયો નથી. વિચારેય ના આવ્યો નોકરી કરવાનો. એક ફેરો વિચાર કરવો પડ્યો હતો થોડીવાર, એક જ દહાડા માટે, અહીંથી રિસાઈને જતો રહ્યો'તો, ઘેરથી, ત્યારે.
૬૯
એટલે બુદ્ધિના આશયમાં ભણવું નહોતું, આત્મા ખોળી કાઢવો હતો. તે મેટ્રિકમાં નાપાસ થયા ! બુદ્ધિના આશયમાં નોકરી નહીં કરવાની ઈચ્છા કે ‘બસ, નોકરી નહીં કરું.’ તે નોકરી ના કરી ને કોન્ટ્રાક્ટનો ધંધો કર્યો. એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું થયા કરે.
વ્યવહારે મેટ્રિક ફેલ, અધ્યાત્મ ટૉપ
લોકો મને કહે છે, ‘દાદા, તમે કેટલુંક ભણેલા હશો ?' પેલું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઈટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટસ, એવું બધું બોલું એટલે.
પ્રશ્નકર્તા : અને પેલો શબ્દેય આવે છે આપની ચોપડીમાં, ‘ડિસ્ચાર્જ થવા દેજે, પણ ચાર્જ ના થવા દઈશ.’
દાદાશ્રી : હા, આ આટલા શબ્દો પણ હાઈ લેંગ્વેજ થઈ ગઈ ને ! એટલે પછી મને બધા કહે છે કે “દાદા તો બહુ હાઈ લેંગ્વેજ બોલે છે ને બહુ ઊંચું ભણેલા લાગે છે. આ દાદા તો ગ્રેજ્યુએટથી બહુ આગળ ગયા
હશે.’
એટલે લોકો મને પૂછે છે, ‘દાદાજી, તમે ક્યાં સુધી ભણેલા ?’ મેં કહ્યું, ‘ભઈ, એ વાત ઉઘાડવામાં મજા નથી. વધારે નથી ભણેલો ભાઈ.’ ત્યારે કહે, ‘પણ કહો તો ખરા કેટલુંક ભણેલા ?’ મેં કહ્યું, ‘તમને કલ્પના ક્યાં સુધી આવે છે ?” ત્યારે કહે, ‘ગ્રેજ્યુએટથી આગળ ગયા હશો.’ મેં કહ્યું, ‘હું બહુ જબરજસ્ત ભણેલો છું (!) હું મેટ્રિકમાં ફેલ થયેલો છું, ૧૯૨૭ (વિક્રમ સંવત ૧૯૮૩-૮૪)માં.’
પ્રશ્નકર્તા : વ્યવહારિક દૃષ્ટિએ મેટ્રિક ફેલ થયેલા છો પણ આધ્યાત્મિક રીતે તો ટૉપ પર છો.
દાદાશ્રી : એનો પાર જ ક્યાં આવે ! અધ્યાત્મની રીતે તો કોઈ