________________
[૨.૨] મેટ્રિક ફેલ
૬૩
પ્રશ્નકર્તા: હં, બરાબર. એટલે તમે લંડન જવાની ના પાડી.
દાદાશ્રી : ના પાડી નહીં, પોતે પાસ જ થયો નહીં ને ! પાસ થઉ તો મને આગળ મોકલે ને ? એટલે એમની ધારણા તૂટી પડી. એમને સૂબો બનાવવાની ઈચ્છા હતી. પણ જો ને, સૂબો ના થયા તો ના જ થયા ને ! જુઓ ને, નહીં તો કંઈ એમ હપૂચા મૂર્ખ હોઈશું?
મારે ભણવું હતું આ, “માથે ઉપરી ન જોઈએ' તમારે કૉલેજમાં ભણવું હતું, તે બધા નિમિત્તો મળી આવ્યા'તા ને? પ્રશ્નકર્તા જેવી ભાવના હોય એવી સિદ્ધિ પ્રાપ્ત થાય એવું?
દાદાશ્રી : હા, તમારે કૉલેજમાં ભણવું'તું, તે નિમિત્ત મળી આવ્યા'તા ને બધા ? અને ના ભણવું હોય ને, જેમ કે મારે નહોતું ભણવું, તે મેટ્રિકમાં નાપાસ થઈને ઊભો રહ્યો. મારી દાનત જ નહોતી ને ભણવાની. એટલે જેને ભણવું છે ને, એને બધું મળી આવે છે.
મારે ભણવું'તું આ, કે માથે ઉપરી ના જોઈએ, બાપોય ઉપરી ના જોઈએ. એ કેમ પોસાય તે ? એટલે એ સ્વીકાર જ નહીં કરેલો. તેથી મેટ્રિક ફેલ થયેલો. હવે મેટ્રિકમાં નાપાસ થાય, એવું તો ન હતું. આમ આવડતું'તું ખરું, બ્રિલિઅન્ટ હતો. મગજ તો બહુ સારું હતું, પણ જાણીજોઈને નાપાસ થયો.
જાણીજોઈને ફેલ થાય કોઈ ? એ અમારી વીતી અમે જાણીએ. અમારું મગજ બહેર મારી ગયું પરીક્ષા આપીને. અમે જાણીએ ને અમારી વીતી, અમે ન જાણતા હોઈએ ?
જેની પાસે સંતોષરૂપી ધન એને દુઃખ ? પ્રશ્નકર્તા: પણ મેટ્રિકમાં નાપાસ થયા પછી કર્યું શું?
દાદાશ્રી : પછી અમારે ઘરનો ધંધો હતો, કોન્ટ્રાક્ટનો. મારા મોટાભાઈ કોન્ટ્રાક્ટનો ધંધો કરે. તે મેં કહ્યું કે આ ભાઈ જો સારી રીતે માનભેર પેસવા દેશે તો આપણે એમની જોડે ધંધો કરીશું અને જો બ્રધર