________________
૬૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જંબુસરનો એક છોકરો ગાનારો મળી આવ્યો હતો. ત્યાં આગળ એ મિત્ર ગાયન ગાતો હતો. તે ભજન લલકારતો'તો. ગાડી હેંડી આપણી, તે એની જોડે બેસતા હતા નિરાંતે.
એટલે એક-બે ગાયકો મળ્યા'તા, તે ગાયન ગવડાવે ને પછી તો બધા ગાવા લાગ્યા પણ મને તો ગાવાનું નહોતું ફાવતું. અમારું ગળું મૂળથી પહાડી, અમારે સંગીતનો મેળ નહીં. એટલે અમે સાંભળતા, બસ. રામ તારી માયા, ગાતા કશું આવડે જ નહીં.
જોઈતું'તું એવું યોજનાબદ્ધ રીતે થયા મેટ્રિક ફેલ પ્રશ્નકર્તા : તે પરીક્ષામાં બેઠેલા ? પેપર લખેલા? દાદાશ્રી : પેપર-બેપર બધું લખેલું, જેવું આવડે એવું લખેલું. પ્રશ્નકર્તા : પછી મેટ્રિકમાં તમે ફેલ થઈ ગયા ને, દાદા ? દાદાશ્રી : ફેલ તો સારી રીતે ફેલ થયેલો. પ્રશ્નકર્તા: યોજનાબદ્ધ ?
દાદાશ્રી : યોજનાબદ્ધ ફેલ થયેલો, મેટ્રિકમાં ફેલ થયા એનું કારણ શું? કંઈ મફતમાં ફેલ થવાય છે ?
એટલે પછી મોજશોખ કરતા કરતા મેં પરીક્ષા આપી. તે આપણો હિસાબ આવી ગયો. તે ૧૯૨૭ (વિક્રમ સંવત ૧૯૮૩-૮૪)ની સાલમાં મેટ્રિકમાં ફેલ થયો ! નિરાંતે નાપાસ થયા. મારે જોઈતું'તું તે થઈ ગયું.
પ્રશ્નકર્તા : મેટ્રિકમાં તમારે પાસ જ નહોતું થવું ને, જાણીજોઈને..
દાદાશ્રી : કારણ કે ઈચ્છા જ નહીં પાસ થવાની, દાનત જ ખોરી. એ બાજુ ધ્યાન જ ના આપ્યું ને ! અને તેય જો ધ્યાન આપ્યું હોત તો પાસ થાત બળ્યું. પણ પરીક્ષામાં ધ્યાન જ ના આપ્યું. ધ્યાન આપે ત્યારે પાસ થાય ને ?
અંગ્રેજીમાં ભણતા ના આવડ્યું મને. તે ત્યાં આગળ વાંચેલું કરેલું નહીં ને, તે પાસ કોણ કરે આપણને ? એટલે મેટ્રિકમાં ફેલ થયો નિરાંતે.