________________
૫૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પણ ધંધો કરી હું સ્વાશ્રયી રહીશ, હું પરાશ્રયી નહીં રહું. નાનોસૂનો પણ ધંધો કરીશ. છેવટે પાનની દુકાન કરીશ.”
મારે અનુકૂળ આવે તે ઘડીએ દુકાન બંધ કરીને ઘેર જઈને સૂઈ જઉં, નહીં તો શાસ્ત્ર વાંચવા માંડું. આપણને બપોરના દોઢ-બે વાગે સૂઈ જવાની ટેવ હોય તો ઘેર જઈને બપોરે બાર વાગે જમીને નિરાંતે સૂઈ જવું હોય તો દુકાન વાસીને આરામથી સૂઈ તો જવાય ! કોઈ ઉપરી નહીં ને ! પાન પતી ગયા ને ઘરે જઈને સૂઈ ગયા બસ ! સાંજે ચાર વાગે આવીને આપણે ઉઘાડીએ એટલે ત્યારે પછી આખો દહાડો પાન ચોપડ ચોપડ કરવાના. પણ આ પરતંત્રતા ના પોસાય. ઉપર બૉસ ટૈડકાવે વગર કામનો !
અતૂટ ભરોસો પોતાના પ્રારબ્ધ પર એટલે સ્વતંત્ર જીવન ફાવે. જો કે ધંધો કરવાનો રેગ્યુલર પણ જીવન સ્વતંત્ર. મિત્રો કહે કે ચાલો આપણે ચાર દહાડા અમુક જગ્યાએ જઈએ, તો આ બંધ કરીને ચાલ્યા. પ્રારબ્ધને માનવાવાળો કે હું મારું લઈને આવેલો છું.
પ્રશ્નકર્તા: બરાબર છે.
દાદાશ્રી : મારો બધો સામાન લઈને આવેલો છું, એટલે પછી મને હરકત ના આવે ને બીજી ? કંઈકે પ્રયત્નો કરવા જોઈએ. પ્રયત્નો જ કર્યા કરવાના, બસ. પછી એની મેળે ફળ મળ્યા કરે ને ! તે આપણું ચાલ્યા કરે ગાડું.
જરૂરિયાત ઓછી, તેથી આવડે નભાવતા થોડામાં
પાનની દુકાન હોય, તે થોડાઘણાં રૂપિયા વધ્યા તો ઘર ચલાવીશું ને સૂઈ જઈશું. આપણે એવો કાંઈ લોભ નથી. આપણે જે થોડુંઘણું આવ્યું તે ! ત્રણ રૂપિયા મળે તો ત્રણમાં ચલાવવાનું, બે મળે તો એમાં ચલાવવાનું, મને બધું ચલાવતા આવડે છે. ઓછામાં ઓછા પૈસામાં નભાવતા આવડે છે, મેન્ટેનન્સ કરતા (નિભાવતા) આવડે છે. કારણ કે મારો સ્વભાવ કેવો