________________
[૧૩] નાનપણથી ગણતર ઊંચું
૨૩
નહીં. જે બળદ આ બધા કાર્ય કરે એ સાત સમોલિયો. તે કો'ક જ બળદ એવો હોય. એટલે સાત સમોલિયો માણસ એ બધી જ જાતના કામ કરે.
“સાત સમોલિયો” એટલે બધી બાજુ એક્સપર્ટ થાય એવો માણસ છે આ. અને હું મારી જાતને સમજી ગયેલો કે ખરું કહે છે આ લોકો. એટલે મને પાણી ચડે કે ઓહોહો... આપણો રોફ વધી ગયો ! તે લોકોએ પાણી પાયેલું મને. એટલે હું મારા મનમાં ખુશ થાઉ કે ઓહોહો... આટલી બધી મારામાં શક્તિ. હું જાણું કે મારામાં કંઈક છે, આ નામ મારું રોફ પાડે, “સાત સમોલિયોકહીને.
કોઈક જ હોય સાત સમોલિયો એ સમોલ કહે છે ને, તે એક જાતની સમોલ નથી. જુદી જુદી હોય, કૂવો કાઢવાની જુદી, ચક્કી ખેંચવાની જુદી. એવી સાત સમોલો છે બળદને. તે સાત સમોલવાળો બળદ હોય તો લોક એના પૈસા પૂરા આપે.
એટલે આ બળદને ખેડવા માટે પણ આ સમોલ ઘાલી શકાય. પછી આમ કોસ કાઢવાનો હોય તોય આ સમોલ કાઢી શકે. એ બે સમોલિયો કહેવાય. ખેડી શકે છે અને કોસ પણ કાઢી શકે છે. તે બે સમોલ કાઢે, એવી સાત જાતની સમોલ હોય છે. અને પછી સાતમી સમોલ કઈ ? છેલ્લામાં છેલ્લી, બહુ ભારે કે આંખે દાબડા બાંધી અને પેલી ચક્કી પીલવાની. એ ચક્કી પીલવા માટે બળદને લાવે ને ? તે છેર કેર (પશુને થતો નરમ ઝાડો) કર્યા કરે, ના પહોંચી વળાય એનાથી. ચક્કીમાં ઘાલ્યો હોય ને, તો એક ચક્કી કાઢે નહીં ને બેસી જાય મૂઓ. એટલે લોક કહે કે આ બળદ ના જોઈએ મારે, બા.
હવે બધા બળદ કંઈ “સાત સમોલિયા ના હોય. આ સો બળદમાં એક-બે બળદ “સાત સમોલિયા” હોય. તે સાત સમોલિયાની કિંમત વધારે
હોય.
સાત સમોલિયો તેથી ન થઈ એકાગ્રતા ભણવામાં પહેલાં એક કિંમત “સાત સમોલિયો છે કે નહીં ? કોઈ પાંચ