________________
૩૫
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું આવેલો છે !' તે આ “હું ભણીને આવેલો છું તેવું મેં સાંભળ્યું એટલે બધું ભણવાનું અટક્યું.
રોફને લીધે ઘંટ વાગ્યા પછી સ્કૂલમાં જતા પ્રશ્નકર્તા: આપના સ્કૂલ જીવનની વાત કહો ને !
દાદાશ્રી : સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધુંય અમને દેખાય. સાહેબ રોજ ચિડાયા કરે. અમને કહેવાય નહીં ને ચિડાયા કરે.
પ્રશ્નકર્તા ઃ ઘંટ વાગ્યા પછી જતા ?
દાદાશ્રી : હા, સ્કૂલમાં ઘંટ વાગતો સાંભળ્યા પછી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો ! હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે ? દરેકનું ‘પિસ્ટન” જુદું જુદું હોય. નાનપણથી જ મારી પ્રકૃતિ જ એવી કે ઓલ્વેઝ લેટ (કાયમ મોડું). દરેક કામમાં હંમેશાં લેટ હતો, કોઈ દિવસ ઉતાવળ કરી જ નથી. ઘંટ વાગી ગયા પછીથી જ ઘેરથી નીકળાય તેવી પ્રકૃતિ.
પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા?
દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી ! પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.
પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ?
દાદાશ્રી : આ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ! પણ આ આડાઈ, સાહેબ, એના મનમાં શું સમજે છે” કહે. લે ! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, “ના, બાખડી બાંધવાની પહેલાં.” બાખડી બાંધવાની કહેવાય એને. તમે બાખડી શબ્દ સાંભળેલો? ત્યારે સારું.