________________
[૧૪] રમતગમત
૩૩
દાદાશ્રી : હા, અમારા ભાભી જોડે નાનપણમાં હોળી રમેલા. ત્યારે એ અગિયાર વર્ષના ને હું દસ વર્ષનો.
પ્રશ્નકર્તા : તમારા ભાભી ? ત્યારનો રંગ હજુય નથી જતો.
દાદાશ્રી: હોળી રમતા હતા ને, એ હોળીનો રંગ લગાડ્યો. જુઓને, હજુય જતો જ નથી.
પ્રશ્નકર્તા એ કેવો રંગ લગાડેલો એમણે, તમારા ભાભીએ ?
દાદાશ્રી: એ છાણ-બાણ નાખીને ચોપડે, બીજું ચોપડે ને રંગ ચોપડે. મોઢા પર ચોડી દઈને રમેલા. અમારા ભાભીને કહીએ તો હજુય યાદ કરે. આ ગુલાલ તો એટલો બધો હોય ક્યાંથી, થોડો-ઘણો હોય. બાકી છાણ તો હોય ને, નહીં તો પેલી પાણીની નીકો હોય ને, એમાંથી ચોપડે.
પ્રશ્નકર્તા: હોળી રમાડવાના પ્રેમનો રંગ હતો ભાભીનો કે મારા દિયરને સારા રંગું?
દાદાશ્રી : એટલે એ હોળી ખેલતા હતા, ત્યારે તો ભારેય (લાગણીય) બહુ હતો મારી ઉપર અને એક ટાઈમે ઊંધુંય બોલતા.
પ્રશ્નકર્તા : તમારા પર બહુ ભાવ ?
દાદાશ્રી : હા, ઊંધુય એટલું અને પાછા કહેય ખરા કે મારા દિયર તો લક્ષ્મણજી જોઈ લો. તે ખેલેલા, એ કાદવ ચોપડ્યો હોય તોય લોક શું કહે ? એય, હોળી ખેલે છે, જુઓ તો ખરા ! ખેલ શબ્દ વાપરે. કેવો?
પ્રશ્નકર્તા : ખેલે.
દાદાશ્રી : ત્યારે એવું આ હિન્દુસ્તાન છે ! પઝલ કેવું સરસ ! કાદવ ચોપડે તોય કહે, હોળી ખેલે છે ! અને છાણ ચોપડે તોય કહે, હોળી ખેલે છે ! આ શોધખોળ કેવી કરી છે ! અને નિર્દોષ ગ્રામ્યજીવન ! આ રાગ-દ્વેષ ભૂલી જાય બિચારા અને સાંજે પછી સુંવાળી સુંવાળી સેવો ખાઈ જાય. એમાં ચોખ્ખું ઘી ને ગોળ હોય.