________________
४४
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ગુપ્ત રાખો.” અમથું એમના મનમાં અકળાટ થાય નકામું. આપણો એ ધર્મ જ નહીં. એમને આનંદ થવો જોઈએ, એવી રીતે રહેવાનું. એમના દુઃખનું પરિણામ આપણે ના થઈએ. તારાપુર જવાનું હતું ત્યારે એમને ત્યાં જ ઊતરેલો હતો. એ કહે છે, “મારે ત્યાં જ ઉતરવાનું.” તે ઘડીએ એ તારાપુર હતા. પ્રશ્નકર્તા : તારાપુર હેડ માસ્તર હતા.
ભગવાત ખોળ્યા, લઘુતમ શીખતા પ્રશ્નકર્તા : દાદા, પેલો પ્રસંગ કહો ને, લઘુતમને આધારે તમને ભગવાન જડ્યા.
દાદાશ્રી : હું નાનો હતો ત્યારે ભગવાન ખોળતો. ભગવાનનો કંઈ પુરાવો આપ મને તું. પુરાવો ના જોઈએ બધો ? પણ પછી મને એક વસ્તુ ઉપરથી ભગવાન જડ્યા. નાનપણથી દર્શન એટલું બધું હોઈ, તે લઘુતમ શીખતા મને ભગવાનનું સમજાઈ ગયું'તું.
હું ચૌદ વરસનો હતો ત્યારે સ્કૂલમાં એક માસ્તર મળી ગયા હતા. તે મને ગણિતમાં લઘુતમ શિખવાડવા આવ્યા. ‘લઘુતમ શીખવા માટે આટલી રકમો તમને આપી છે, એમાંથી લઘુતમ ખોળી આપો.” કહે છે. એવી પાંચ-દસ રકમો આપતા અને પૂછતા. ત્યારે મેં માસ્તરને પૂછયું, “એ વળી શું? લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?' ત્યારે કહે, આ બધી રકમો મૂકી છે, એની મહીંથી નાનામાં નાની રકમ અને તે અવિભાજ્ય હોય. આ બધી પાંચ-દસ રકમોમાં એવી રકમ જે મહીં સામાન્ય હોય અને અવિભાજ્ય રૂપે. એ એમ નાના બાળકની ભાષામાં જે હોય ને, તે બોલતા હશે શબ્દ. અવિભાજ્ય અને ફરી ભાગ ના કરી શકાય એવી, ફરી ભાગાકાર ન થાય એવી નાનામાં નાની રકમ ખોળી કાઢવાની.
પ્રશ્નકર્તા : એનો ભાગાકાર થાય નહીં.
દાદાશ્રી : પછી એનો ભાગાકાર થાય નહીં ને અવિભાજ્ય હોય. ચાર હોય તો વિભાજન થઈ શકે, આઠ હોય તો વિભાજન થઈ શકે, નવ