________________
DO
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સમજી ગયા સૂબો બનાવવા પાછળનો સ્વાર્થ
તે આ વાત સાંભળી એટલે મને ચીઢ ચઢી કે આ લોકો શા માટે મને સૂબો બનાવવા માગે છે ? તે મને તરત વિચાર આવ્યો કે સૂબો બનાવશે તે એમના શું ફાયદાને માટે સુબો કરવા ફરે છે ? એમાં દરેકનો સ્વાર્થ હોય ને, કે આ ફાધર શું કરવા મને સૂબો કરે છે ? સૂબો હું થઉ ને ફાધરને શો ફાયદો ? ફાધરનો શું સ્વાર્થ ?
તે વિચાર કર્યો, હવે તે દહાડે પંદર વર્ષની ઉંમર. પછી મને સમજણ પડી, તે સૂબો બનાવવા પાછળનો આશય સમજી ગયો. એમના મનમાં એમ કે મારો દીકરો સૂબો થાય એટલે પછી મારે આમ ઓળખાણ થાય ને કે “મારો દીકરો સૂબો !” એટલે જીવન જીવવાની મજા આવે ને ! અને જીવન જીવવાની કળા મળી ગઈ કે મારો દીકરો સૂબો છે, શું હોશિયાર છે ! એમ પાંહરાટ (રોફ) રહે, કેફ લઈને ફરે. તે આવો કંઈક સૂબો થઈ જાય, તો હું સૂબોનો બાપ કહેવાઉ ને ! લોક કહે ને, આ પેલા સૂબાના ફાધર આવ્યા ! ઓહોહો ! એટલે હું સૂબો થઉ અને એમની આબરૂ વધે. એટલે હું સમજી ગયો હતો કે ફાધર પોતાની આબરૂ વધારવા માગે છે.
એટલે એમને આમ પાઘડી-બાઘડી સારી ઘાલીને ફરે ને ! ના ફરે છોકરો સુબો હોય તો ? છોકરો સુબો હોય તો ફરે ને ? અરે, બધા કાકા હઉ ફરે. કાકા હઉ કહે, “મારો ભત્રીજો સુબો છે.” એટલે મેં વિચારી નાખ્યું કે ફાધરને આવું થવાની ઈચ્છા છે કે આપણી કિંમત વધી જાય કંઈક ! લોક મારી કિંમત કરે !
પછી થયું કે ભઈને શા માટે હશે ? બ્રધરના મનમાં એમ થાય કે મારો નાનો ભઈ સૂબો છે ! મનમાં તો પાંહરાટ થાય નહીં. આપણી આબરૂ વધશે, કમાશે તો આપણે વાપરીશું, મજા કરીશું. એટલે એ લહેર ઉઠાવવા માટે આ બધી વાતો કરે છે.
તે જેઠાભાઈ સૂબો ખરા ને, તે એમનું જોઈને મનમાં એમ થાય કે એ સૂબો થયા તો એમના બાપનો કેટલો રોફ પડ્યો, ભાઈઓનો રોફ