________________
[૨.૨] મેટ્રિક ફેલ
- ૫૧
પડ્યો ! તેવું અમારા ફાધર ને બ્રધરના મનમાં થયું. જો સૂબો થાય તો મારો કેટલો રોફ પડે ! તે બેઉ રોફ પાડવા સારુ મને સૂબો કરવા માગતા'તા.
એટલે મેં આ સાંભળ્યું. આ કંઈ કાવતરું કરે છે મારા સાસ. “આ લોકો કાવતરું કેમ કરતા હશે ?” પછી થયું કે “ના, પોતપોતાના ઘાટ માટે કરે છે.” પેલા કહે છે, “મારો રોફ પડશે,' પેલા “મારો રોફ પડશે” એમ. પણ મારી શી દશા ? એમના રોફ સારુ મારું તેલ કાઢવા બેઠા છે એ ! એમનો રોફ પડે પણ મારો તો દમ નીકળે ને ! એમાં મારું શું ?
મેં કહ્યું, “આ મારો ઘાટ ઘડ્યો આ લોકોએ, ફાધરે ને બ્રધરે. આ બે જણ આમ પહેરણો પહેરીને અને પાઘડીઓ ગોઠવીને ફરશે અને છુંદો મારો થશે. મારે એવો સૂબો થવું નથી.”
એ બેઉને રોફ પાડવા હતા. અલ્યા, તમારે બેનો આમ શોખ થાય, તમને બેને પાંહરાટ મળ્યો, પણ મારું શું થાય?
હું સૂબો થઈશ તો સરસૂબો પાછો મને ટૈડકાવશે
હું સમજી ગયો કે આ લોકો મારો ઘાટ ઘડે છે સર્વિસ કરવા માટે વખતે હું સુબો થઈશ, પણ ઉપર સરસુબો તો મને ટૈડકાવશે ને ! તમને કંઈ ટૈડકાવવાનો છે ? સરસૂબો કોને ટૈડકાવે?
પ્રશ્નકર્તા : સૂબાને.
દાદાશ્રી : એમને શું કામ ટૈડકાવે? મને સરસૂબો ટૈડકાવે, તે ઘડીએ એ સાંભળવાના હતા ? એટલે આ તો મને આવું કરે ગાળામાં વીંટવા માટે, પણ મારે કંઈ ગાળામાં વીંટાવું નથી. એટલે આ લોકોએ સૂબો બનાવવાની વ્યવસ્થા કરી. એટલે હું સમજી ગયો કે આ લોકો પોતાના સ્વાર્થ માટે બધું જ કરી છૂટશે. એ બધાના સુખની ખાતર મને સૂબો બનાવવા ફરે છે આ, એવું સમજી ગયો. એમાં દાનત એમની ખોરી છે, મારી દાનત ખોરી નથી આવી.