________________
[૨.૨] મેટ્રિક ફેલ
૪૯
પાસે હશે, તે દહાડે પાંચ-દસ હજાર રૂપિયા ખર્ચી શકાય, વિલાયત મોકલવા માટે. ત્યારે સસ્તામાં થતું, બહુ મોંઘું નહીં, તે એવી છૂટ ખરી. તે કહે છે, “હું પૈસા બધા આપીશ, એને વિલાયત મોકલીએ.”
પ્રશ્નકર્તા ઃ ભણવા ?
દાદાશ્રી તે પછી ફરી વાત કરતા'તા. એ કહે, ‘વિલાયત મોકલીએ ને વિલાયતથી ભણીને ત્રણ વરસમાં પાસ થઈને ડિગ્રી લઈને અહીં આવે તો અહીં સૂબો થાય. આપણા કુટુંબમાં જે સુબા છે ને, એવો જ આને વિલાયત મોકલીને સૂબો બનાવીએ. અહીં ગાયકવાડ સરકાર એ સૂબોની ગ્રેડ આપે છે. ભણીને આવે પછી આવતા જ એને સારી પ્રોબેશનરની જગ્યા મળે એવો સૂબો થઈ જશે. પછી સૂબા તરીકે અહીં ગાયકવાડ સરકારની નોકરીમાં ફર્યા કરે.” તે મારા ફાધર અને બ્રધર મને નોકરીમાં ઘાલવા ફરતા હતા.
એમાં ફળ રૂપે એમની ઈચ્છા શું? સૂબો બનાવવાની. એય મોટો ઑફિસર, કલેક્ટર થવા માટે મને આમ ! સૂબો-સૂબો. જેમ કમિશનર હોયને આ ગવર્મેન્ટમાં, એવું તે દહાડે સૂબા હતા. અમારા બરોડા સ્ટેટમાં પહેલાં સૂબો થતા’તા. એક પ્રાંતનો સૂબો, આખા ગામનો ઉપરી એ.
તે વખતે ત્રણસો રૂપિયાનો પગાર મળતો હતો, વડોદરા સ્ટેટના સૂબોને. બરોડા સ્ટેટ હતું ને, એટલે સૂબો બનાવવાનું બહુ એ હતું.
આ બરોડા સ્ટેટમાં સૂબા તરીકે અમારા એક પિતરાઈ કુટુંબના હતા. કાકાના દીકરા અમારા ભઈ થતા’તા છઠ્ઠી પેઢીએ. એમનું નામ જેઠાભાઈ નારણજી, એ મારા ફાધરના ભત્રીજા થાય. એ સરકારમાં સૂબો હતા. એટલે તે ઘડીએ મોટી ડિગ્રી ગણાય. “સૂબો સાહેબ આવ્યા, સૂબો સાહેબ આવ્યા” એમ.
એ મેટ્રિક થઈને વિલાયત ગયેલા. તે વિલાયત જઈને ગ્રેજ્યુએટ થઈને સૂબો થયા'તા. એવી મારા ફાધરની ને મોટાભાઈની ઈચ્છા હતી સૂબો કરવાની. તે વખતમાં મનમાં એવી લાલચ કે આ ભાઈને સૂબો બનાવીએ.