________________
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું
૪૭
બાય રિયલ લૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ ગુરુતમ. બાય રિલેટિવ ન્યૂ પોઈન્ટ લઘુતમ એટલે આ સંસારની બાબતોમાં, જ્યાં સુધી આ સંસારી દેહ, વેષ છે બધું, તે બાબતમાં હું લઘુતમ. એટલે મારાથી કોઈ નાનો જીવ છે નહીં બીજો. હું લઘુતમ જ છું. મેં પુસ્તકમાં લખેલું છે, હું લઘુતમ છું એવું ! અને બાય રિયલ લૂ પોઈન્ટ, હું ગુરુતમ છું. જેટલો રિલેટિવમાં લઘુતમ થાય એટલો રિયલમાં ગુરુત્તમ થાય.
આ આપણા વ્યવહારમાં લઘુતમ શબ્દ આવે છે, એ બધું કામ કાઢી નાખે એવો છે.
પ્રશ્નકર્તા : પણ એ વ્યવહારને બદલે જ્યારે તત્ત્વજ્ઞાન જોડે એનો મેળ થાય છે ત્યારે નવો પ્રકાશ પડે છે લઘુતમમાં.
દાદાશ્રી : હા, નવો પ્રકાશ પડે, લઘુતમનો. લઘુતમનો પ્રકાશ પડે આપણને. તે મને પોતાનેય લઘુતમનો પ્રકાશ બહુ પડે.
લઘુતમ નહોતા શીખ્યા ? પ્રશ્નકર્તા: ગુરુતમ શીખ્યા'તા, લઘુતમ નહીં. દાદાશ્રી : હવે આ બધામાં લઘુતમ કાઢી નાખવાના, બસ.
હવે લઘુતમ કાઢતા શીખી જાવ. ગુરુતમ તો બહુ દહાડા કાઢ્યા, હવે લઘુતમ કાઢો. એ સ્કૂલમાં એટલા માટે શિખવાડવામાં આવે છે કે આ લઘુતમ કાઢશે તો કો'ક દહાડો મોક્ષનો લઘુતમ કાઢતા આવડે પણ પહેલાં આ લઘુતમ જ ના શીખ્યો હોય તો મોક્ષનો લઘુતમ શી રીતે આવડે ? માટે લઘુતમ એ એક જ સંસારમાં મોક્ષનું સાધન છે. લઘુતમ જેને આવડે તેને પરમાત્મા ખોળતા આવડે.