________________
૫૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
કોઈ મતે ડફળાવે, એને માટે અમે કંઈ જગ્યા નથી
હું તો બહુ સ્વતંત્ર મિજાજનો. એટલે મને વિચાર આવ્યો કે મને સૂબો બનાવશે એટલે મારા ઉપર સરસૂબો હોય કે ના હોય? તે ટેડકાવે કે ના ટૈડકાવે? સરસૂબો મને ડફળાવે વગરકામનો. એટલે મારે સરસૂબોનો ઠપકો સાંભળવો પડશે. સૂબો બને એટલે મારે એમને કહેવું પડે, સાહેબજી.” તે સરસૂબો હોય તે ગાળો ભાંડે મને, ટૈડકાવે. આવું મહીં મનમાં પેસી ગયેલું. કો'ક ટૈડકાવે, તે આપણને ના રુચે. આપણને ના જોઈએ આ. આપણે આ ધંધો માંડવો નથી. ત્યારથી જ મને તો ઉપાધિ થઈ.
એ એની વહુ જોડે વઢીને આવ્યો હોય ને આપણી જોડે ચિડાયા કરે. અલ્યા મૂઆ, તું મને લઢવાનો છું એ હું જાણતો નહોતો, નહીં તો રાજીનામું આપીને ચાલ્યો જાત. તારી સરકાર તારે ઘેર રહી ને તુંય તારે ઘેર, અમે આ ચાલ્યા ! ડફનાવવા માટે અમે કંઈ જગ્યા નથી બા. તું અમને ડફળાવું, અમે એના હારુ જન્મ્યા છીએ ? એવું તે શું આપી દેવાનો ?
જોઈએ કશુંય, પછી ઉપરી શેને માટે ? એ સરસૂબો ટૈડકાવે એ આપણને કેમ પોસાય ? મેં કહ્યું, “મારે આ ના જોઈએ. ભઈ, આ આપણે સૂબો થવું નથી. તે એના કરતા આ સૂબોની જગ્યા સારી કે નહીં ?
પ્રશ્નકર્તા : આ સૂબો ના કહેવાય, દાદા. દાદાશ્રી : હેં ? પ્રશ્નકર્તા : આ તો સૂબોના સૂબા, સરસૂબો !
દાદાશ્રી : મને કોઈ ટૈડકાવવું જોઈએ નહીં. મને ટૈડકાવનાર ના જોઈએ, બૉસ જોઈએ નહીં. મને દુનિયાનો બૉસ ખપતો નથી. કારણ કે આ અવતાર એક મહાપરાણે મળ્યો અને ત્યાંય પાછો ટૈડકાવનારો મળ્યો. મેર મૂઆ, કોઈક દહાડો મનુષ્યનો અવતાર આવ્યો અને તું પાછો