________________
[૨.૨] મેટ્રિક ફેલ
ટૈડકાવનાર નીકળ્યો! ત્યારે બળ્યું એવા અવતારને શું કરવાનો, જો ટૈડકાવનારો મળે તો ? આપણે કશું મોજશોખની ચીજ જોઈતી નથી અને આપણને ટૈડકાવે. જેને મોજશોખની ચીજ જોઈતી હોય તેને ભલે ટૈડકાવનારા મળે, પણ મારે તો કશું જોઈતું નથી આવું તેવું. એટલે મેં નક્કી કર્યું, પાનની દુકાન કરીશું આપણે પણ આવું આપણને ટૈડકાવાનું એ નહીં ફાવે.
૫૩
મારે જોઈએ એટલું ખાવાનું બા, શું એટલું બધું ખાઈ જવાના હશે ? આટલું ખવાય અને ટૈડકાવનાર બહુ, તે મને તો પોસાય નહીં. એટલે મેં કહ્યું, ‘મને આ રસ્તો ગમશે નહીં.’
એટલા માટે હું નાનપણમાં જ ચેતેલો. મને બૉસ મળવો ના જોઈએ. ગયા અવતા૨માં બૉસની વાત મને કંઈક મજા નહીં આવી હોય. એટલે પહેલેથી જ ચીડ, મારે બૉસ ના જોઈએ. મેં તો ભણતી વખતે નક્કી કર્યું'તું કે મારે સરસૂબો માથે ના જોઈએ. નકામો સૂબો ટૈડકાવે, વગરકામનો ! મને કોઈના ટૈડકાવવામાં આવવું તે આઈ ડોન્ટ વૉન્ટ (મને જોઈતું નથી). આ શેને માટે, બળ્યું ? ખાલી લાલચને માટેને ? શેની લાલચ ? પણ તે શું કરવાની ? મનનું ભિખારીપણું એક જાતનું !
આ કંઈ લાલચ હોય તો ઉપરી રાખે, મારે કંઈ લાલચ નહીં. હું કંઈ લાલચુ નહીં. મારે શું લેવાનું તે સૂબો મને ટૈડકાવે ? એ ત્રણસોના પગાર સારુ જઉ છું તેથી ? મારે ત્રણસોનો પગાર નથી જોઈતો. આ બૉસ મૂઓ ટૈડકાવે રૂપિયા સારુ, બળ્યા તારા રૂપિયા !
ઘરતા ઉપરી ઓછા છે તે તવો ઉપરી કરું ?
આ પરણ્યા છે એમને એવું કહી દઈશું, ‘થોડું મળે ને, તે આપણે થોડામાં સમાવેશ કરી નાખવાનું.’ હીરાબાને પરણેલા તો ખરા ને ! એક તો હું પૈણ્યો એ તો મારી ભૂલ થઈ, પણ આ પાછું નવું પૈણામણ થાય ! પૈણીને ફસાયા તો ખરા ને, પણ જો નવી ફસામણમાં સૂબો ના થયા ને ! એટલે બૉસ તો આ દુનિયામાં હું કરવા માગતો જ નથી. જે થવાનું હોય તે થાય આ દુનિયાનું પણ હું બૉસ ના કરું, સ્વીકાર જ ના કરું. નોકરીય