________________
૪૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ત્યારે એ તો મને બીજે દહાડે સમજણ પડી કે આ તો “ભગવાન”, કે જે દરેક રકમોમાં ગાયમાં, ભેંસમાં અને માણસમાં નાનામાં નાની ચીજ હોય તો ભગવાન છે, જે અવિભાજ્ય રૂપે રહ્યા હોય. એટલે ભગવાન લઘુતમ છે. લઘુતમનું ફળ શું આવશે? ભગવાન માટે લઘુતમથી ભગવાન મળે એવું મને ખાસ સમજણ પડી. ભગવાન લઘુતમ છે, એવું મને તે દહાડે સમજાયેલું. કેવા છે ? અવિભાજ્ય, ફરી ભાગાકાર જ ના થાય અને બધામાં રહ્યા છે, સમાન ભાવે.
પ્રશ્નકર્તા એ કોમન ફેક્ટર બધામાં.
દાદાશ્રી : બધામાં કૉમન. તે મને ચૌદ વર્ષે સમજ પડી આ. તે સારી વાતને, આવું ખુલે ત્યારે ! એ ભેજું ખુલ્યું કહેવાય ! ત્યારે મને ખ્યાલ આવેલો કે માણસો બધામાં જ એવી કંઈ નાનામાં નાની વસ્તુ હોવી જોઈએ ને ! અને ભગવાન કહે છે કે હું બધામાં જ છું. તે મને સમજાયું કે આત્મા સર્વમાં છે. ભગવાન મહીં છે ને લોક બહાર ભગવાન ખોળવા દોડાદોડ કરે છે.
હા, બધે, બધા જ ક્રીએચરની અંદર અને વેરાયટી ઑફ ક્રીએચર. ક્રીએચરની વેરાયટિઝ છે પાર વગરની અને એની મહીં ભગવાન લઘુતમ ભાવે રહેલા છે, અવિભાજ્ય રૂપે. તે મને ચૌદ વરસની ઉંમરે સમજાયેલું આ. પછી મારી વિચારણા આગળ વધેલી.
એટલે મેં માસ્તરને કહ્યું કે આ રકમો તો બહુ સારું થયું, આ શિખવાડ્યું તે આમાં જે લઘુતમ છે, જે વસ્તુ રહી છે કે, આ બધી રકમોમાં અવિભાજ્ય જો હોય તો ભગવાન છે. મને ભગવાન જડી ગયા. તે માસ્તર મને કહે, બેસી જા, બેસી જા. તને અક્કલ નથી, તને સમજણ નથી પડતી. એટલે ત્યારથી આ ભાંજગડ ! ઢયો સ્વભાવ લઘુતમ ભણી, તે છેવટે થયા લઘુતમ
આ લઘુતમથી જ પછી મારો સ્વભાવ લઘુતમ ભણી ઢળતો ગયો. તે ત્યારે લઘુતમ થયું નહીં, ઢળ્યો ખરો. પણ છેવટે લઘુતમ થઈને હું ઊભો રહ્યો, અત્યારે. બાય રિલેટિવ યૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ લઘુતમ,