________________
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું
૪૩
રહેવાનું અહીં, બીજે ક્યાંય જવાનું નહીં.” તે રહ્યો હતો બે દહાડા. બહુ સારા માણસ ! એ તો બહુ મળતાવડા. નાના છોકરા જોડેય વાતચીત કરે, ગમ્મત કરે બધુંય. હસમુખા સ્વભાવના...
બીજા મણિભાઈ ફિફથમાં મારા માસ્તર હતા. મણિભાઈ બહુ મળતાવડા નહીં ને, તે પહેલાં મારી પર બહુ ચિડાતા હતા. કારણ કે હું લહેરી એટલે એમને લહેરી માણસ ગમે નહીં.
પ્રશ્નકર્તા ઃ હા, એ તો બધાની ઉપર ગુસ્સે થતા.
દાદાશ્રી : ત્યારે ભઈ લહેરી માણસેય સારો, કો'ક દહાડો પાન ખાવું હોય તો લાવી આપે. પછી તો ઠેઠ સુધી મારી ઉપર બહુ ખુશ હતા મણિભાઈ.
હવે આ પેલું અક્રમનું થયું ને, ત્યાર પછી એમના મનમાં જુદું પેસી ગયું કે જુદું શું કરવા પાડ્યું છે ? એમને મનમાં એ ઈચ્છા કે જો હતું જ્ઞાન, તો જુદું પાડવાની જરૂર શી હતી ? મેં કહ્યું, “જુદું નથી પાડ્યું મેં. લોકો મારાથી જુદાઈ છે એવી વાત સમજે છે. મેં જુદું પાડ્યું જ નથી.” હું ત્યાં આવવા માંડ્યો, તે લોકોને ગમતું નહોતું.
અને વરઘોડો ત્યાં હતો ને ભાદરણમાં, તે એય કહેતા હતા, ‘મને કહેવડાવ્યું હોત તો હું આવતને અહીં આગળ. ગામમાં વરઘોડો હોયને હું ના આવું?”
હમણાં હું મળવા ગયો હતો ને થોડા વખત ઉપર એમને, તમે આવ્યા હતા ને? પણ હવે પહેલાં જેવો પ્રેમ નથી દેખાડતા. પહેલાં તો મને જુએ ને ખૂબ હસે, ખૂબ હસે. એમને સમજાતું નથી કે આ અક્રમ આવું હોતું હશે કે ? હવે સાંભળેલું નહીં આવું તેવું. ઊંધો રસ્તો હશે એવું લાગે એમને. તે તમારા ભાઈ કહેવાના હતા પેલા વડોદરામાં.
પ્રશ્નકર્તા : સુકુમાર.
દાદાશ્રી : સુકુમાર કહે છે, “હું તો કહેવાનો.” મેં કહ્યું, “કહેશો નહીં, ના કહેશો. ઊલટું મારી ઉપર વધારે એ થાય. એમને ના કહેશો,