________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ભણવા માટે આવવાનું.” મેં કહ્યું, “હું ભગવાન ખોળું છું. હું કંઈ આવું ભણતર ભણવા, હું લોકોની નોકરીઓ કરવા માટે અહીં નથી આવ્યો. હું તો કંઈક વિશેષ કરવા આવ્યો છું. કંઈક નવા-જૂની કરવા આવેલો છું. આ તો મને ઘેરથી ફરજિયાત દબાણ કરીને મોકલે છે, મારી ઈચ્છા નથી. આ તો નોકરીઓ કરાવવાની ઈચ્છાઓ છે, હું નોકરી કરવા માટે આવ્યો નથી.” ત્યાં તો રિટાયર્ડ કરી નાખે મૂઆ. શું કરી નાખે? રિટાયર્ડ કરી નાખે. આ બળદ હોય છે ને, તેને પાંજરાપોળમાં રિટાયર્ડ કરે છે એવું આમનેય રિટાયર્ડ કરે. અઠ્ઠાવન વર્ષનો થઈ ગયો, રિટાયર્ડ ! કાઢી મેલો, કહે.
એટલે સોમાભાઈ સરને જવાબ આપી દીધેલો. માણસ બહુ સારા ને બહુ લાગણીવાળા ! ‘પણ મારી પર બહુ લાગણી ના રાખશો, હું જુદી જાતનો માણસ છું. તમારે પાસ કરવો છે, મારે નાપાસ થવું છે, બોલો ! આ ગૂંચવાડામાં હું પેસવા નથી માગતો,’ કહ્યું.
પંદર વર્ષ મેં આમાં કાઢયા હોત તો ઉપરથી ભગવાન ઉતારત નીચે. એટલો બધો સામાન લઈને આવેલો છું, પાર વગરનો સામાન લઈને આવ્યો છું. “આખા વર્લ્ડનું કલ્યાણ કરવાનું નિમિત્ત લઈને આવ્યો છું અને કલ્યાણ અવશ્ય થવાનું છે.'
કેટલાક માસ્તરો અમારા પર ખુશ પ્રશ્નકર્તા છતાં કોઈ માસ્તરને તમે ગમતા પણ હશો ને ?
દાદાશ્રી : હું સેકન્ડમાં ભણતો હતો કે, તે અમારા માસ્તર હતા, તે બ્રેઈન બધાના કેવા ! હાઈ ક્લાસ બ્રેઈન બધા. શું નામ હતું એમનું? નામ ભૂલી ગયો હું.
પ્રશ્નકર્તા વિઠ્ઠલભાઈ.
દાદાશ્રી : હા, વિઠ્ઠલભાઈ. બહુ સારા, હસતા મોઢાના. તે મારી સામું જોઈને હસે મારી જોડે.
પછી એમણે ભરૂચમાં દવાખાનું ખોલ્યું ને, તે મારે ભરૂચ બે દહાડા જવાનું હતું. તે હું ત્યાં ગયો. મેં કહ્યું, ‘તમને મળવા આવ્યો છું.' તો કહે,