________________
૩૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : તો સાહેબ તમને કશું કહી ના શકે ?
દાદાશ્રી : કહેય ખરા, પણ આમ એમનાથી કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખશે. હું તો તેર વર્ષની ઉંમરેય માસ્તરને પણ બિવડાવતો.
સ્કૂલમાં માસ્તરોય ડરતા મારાથી
પ્રશ્નકર્તા : દાદા, તમે આવા તોફાની હતા ?
દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. આ સ્કૂલોમાં માસ્તર-બાસ્તર તો મને ગમે નહીં. આ માસ્તરો તો મહાપરાણે ચલાવવા પડતા હતા. આ માસ્તરની પાસે ભણવા જવું પડતું હતું ને, એ તો મહાપરાણે ચલાવી લેતો હતો. કારણ કે ઘેરથી ફૂટબોલને મારે કે જાવ સ્કૂલમાં અને સ્કૂલમાં માસ્તર ફૂટબોલને મારે કે ત્યાં ઘે૨ જાવ, તે ફૂટબોલ જેવી દશા થાય !
એટલે આ સ્કૂલના માસ્તરો મારા હિસાબમાં નહીં ને ! આમ આવડેય નહીં ને હિસાબમાંય નહીં. માસ્તર મને વગોવે ને હું એમને વગોવું, ધંધો જ આ. કારણ મને પરવશતા ગમતી નહોતી.
એટલે હું નિશાળમાં એવી પોલ મારતો કે માસ્તર ખોળાખોળ કરી મૂકતા. મારી હાજરી ક્લાસમાં હોય નહીં. મોડો-વહેલો જાઉ તો એ માસ્તર મારાથી ડરે, તે છેલ્લો બેસાડે. મારે તો છેલ્લું જ બેસવું હતું. અને હું તે પાસ થાઉં ? હું તો જે નાપાસ થતા તેમાંય છેલ્લે નંબરે નાપાસ થતો.
પ્રશ્નકર્તા : ક્લાસમાં કેમ હાજર નહોતા રહેતા, દાદા ?
દાદાશ્રી : જે સારા શિક્ષકો હોય ને, તે એમના પિરિયડ પૂરતું ધ્યાન આપતો’તો ને બીજામાં હું ધ્યાન આપું નહીં. એ જાણે બીજા મારી ઓટીમાં હોય ને એવું વર્તતો હતો. પછી સરવાળામાં શું થયું કે નાપાસ થયા. માટે બધાને એટેન્શન (ધ્યાન) દેવું જોઈએ, એવું મેં એનું તારણ કાઢેલું છેવટે.
જો કૉલેજમાં (સ્કૂલમાં) બેઠા છીએ, કૉલેજમાં (સ્કૂલમાં) આપણે