________________
૨૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સમોલિયો, કોઈ ચાર સમોલિયો પણ સમોલવાળા હોય. આ ભણતરવાળા બધાય એક સમોલિયા છે.
પ્રશ્નકર્તા : એ વધારે સમજાવશો, દાદા.
દાદાશ્રી : આ એક કે બે સમોલવાળા જ પાસ થાય, સાત સમોલિયાવાળા પાસ ના થાય. આ તો હું જેમતેમ કરીને પાસ થતો'તો. માસ્તરને ડરાવી-કરીને, ગમે તેમ કરીને તે.
તમે સ્કુલમાં ભણ્યા તે એક જ લાઈન, વન કોર્નર ! આવડું રાઉન્ડ હોય, તેમાં એક જ દેખાય. તે એમાં પાસ થાય જ. મારા જેવો પાસ ના થાય સ્કૂલોમાં, એકાગ્રતા ના રહે ને ! “સાત સમોલિયો' હોય ને, એને બધી બાજુનું વિચારવાનું હોય. એ તમને ના ફાવે.
પ્રશ્નકર્તા : એને એકાગ્રતા એમાં ના આવે.
દાદાશ્રી : હું મેટ્રિક નાપાસ થયેલો ને, તે મને સંતોષ શા આધારે કે ભાઈ, કેમ મને ના આવડ્યું ? કારણ કે સાત સમોલ હોય, “સાત સમોલિયો.” કો'ક જ માણસ આવો હોય, જીરવી શકે છે. લોકો તે મારી જોડે ઊભા રહ્યા હોય ને, તે ચાલીસ-પચાસ વરસના હોય અને હું બાર વરસનો ઊભો રહ્યો હોય તોય “આ છોકરો કેટલો વિચક્ષણ છે,’ કહે છે. તમારું સાંભળીને તમે સામસામી શું કહ્યા કરો છો એ હું સમજી જઉં. ભણવાનું આવડે-કરે નહીં કરું. વાંચે જ નહીં ને !
પ્રેક્ટિકલ તે ધ્યાન રાખે ચોગરદમતું પ્રશ્નકર્તા : દાદા, એવા પણ લોકો જોયેલા કે જે ભણવાની ચોપડી વાંચે, પહેલે નંબરે પાસ થાય અને પછીથી પ્રેક્ટિકલ લાઈફમાં આવે ત્યારે ત્યાં આગળ છે તે પછી કશુંય ના હોય, પૂરું થઈ ગયું બધું.
દાદાશ્રી : એમાં મીઠુંય ના હોય, જરાકેય મીઠું ના હોય મૂઆમાં. “સાત સમોલિયા’ને મીઠું વધારે હોય. સાત સમોલિયો તો ઘરમાં રહેતો હોય અને ભણતો હોય ને તોય મહીં હિસાબ કાલ્યા કરે કે આપણે આવક કેટલી ? જાવક કેટલી ? મા-બાપને કેટલું જોર પડતું હશે, એ બધો હિસાબ