________________
૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સાળા છે અને પોતે બીજાના થવું નથી. એ થવામાં કંઈ ગુનો છે? આ તો ક્યાંથી આવું ભૂત પેસી ગયું છે તે જ મને સમજાતું નથી. અને આ ભૂત સાચવી કેમ રાખ્યું અમારા વૈડિયાઓએ તેય મને સમજાતું નથી. આ આપણે આવન-જાવન કરીએ ને દહાડા નીકળે એવા માણસો. અમથા વગરકામની ખુમારી ભર ભર કરીએ ? પણ તે દહાડે મને જ ખુમારી હતી, મને ગમતી'તી.
વ્યવહારમાં ચાલે એવું જ નથી ને ! એ સગાઈની નિંદા કરવા આપણે બેઠા નથી. આ તો ગયા અવતારની મારી નબળાઈનું પ્રદર્શન. કંઈ એની નિંદા આપણાથી થઈ શકે નહીં. જે વ્યવહારમાં જરૂરિયાત છે, નેસેસિટી એની નિંદા હોય ? આ તો એક જાતની ચીડ, તેના હિસાબે. ચીડ પેસી ગયેલી હોય ત્યારે ને !
કંઈ પણ લાલચ નહીં એવી ગજબની ખુમારી પ્રશ્નકર્તા: તે આપે વાત કરી કે આપને ખુમારી બહુ ગમતી'તી.
દાદાશ્રી : હા, ખુમારી બહુ ગમતી'તી. કોઈ પૈસામાં છેતરી જાય તો વાંધો નહીં, પણ મને ખુમારી દેખાડે તો બસ, રાજી. ઈન્ટરેસ્ટ જ એવો. હા, ખુમારી આગળ પૈસા છોડી દે. જો ખુમારી મળતી હોય, તો પૈસા છોડી દે.
પ્રશ્નકર્તા તો એવો કોઈ આપની ખુમારીવાળો નાનપણનો પ્રસંગ હોય તો જણાવશો.
દાદાશ્રી : એક બાવા જેવો આવ્યો હતો, એ અમારા માજીને કહે છે, “યે પુણ્યશાળી લડકા હૈ, એના માટે કંઈ વિધિઓ કરવાની જરૂર છે.” તો એમાં બા ઢીલા થઈ ગયા કે આવો મારો છોકરો પુણ્યશાળી ! વિધિઓ કરવી હોય તો કરાવી લેવડાવું. એટલે ખર્ચો પૂછવા માંડ્યા. પેલો વધારે નહોતો કહેતો, સો-દોઢસો રૂપિયા ખર્ચો કહેતો હતો. પણ તે દહાડે સો-દોઢસો એટલે અત્યારના એક હજાર જેવા. વીસ રૂપિયે સોનું હતું ત્યારે તો. એટલે ત્યારે પછી, હું નાની ઉંમરમાં ને પછી બાને મેં