________________
P
)
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ભારોભાર નિર્દોષતા ભરેલું ગ્રામ્યજીવન પ્રશ્નકર્તા: આટલું બધું નિર્દોષ ગ્રામ્યજીવન ?
દાદાશ્રી : આ વડોદરું શહેરેય નહોતું જોયેલું લોકોએ. આ આજના સંડાસ છે ને, એવું તો જો સંડાસ જોયું હોય તો મનમાં કંઈનો કંઈ ગેલમાં આવી જાય કે આ શું છે કહે ? ત્યારે કહે, અહીં સંડાસ. ના, એવું ના બોલીશ, ના બોલાય. દેવની જગ્યા સમજે, હું કે. ત્યારે એવી સમજણ હતી. આ ડેવલપમેન્ટ નહીંને કશું ! ગામડાની હાઈસ્કૂલો બધી. તે દહાડે આવું જોયેલું નહીં ને !
કેટલાકે તો ટ્રેન જોયેલી નહોતી તે દહાડે. અમારે ત્યાં નાની ગાડી આવેલી, તે મોટી ગાડી નહીં જોયેલી. નાની ગાડીના ઈન્જિન જોયેલા.
અમારા ગામના જોડે જોડે જે હતા ને, તે અમે ઈન્જિન જ પહેલી વખત જોયેલું આ રેલ્વેનું, પંદર વર્ષના થયા ત્યારે. પણ ઈન્જિન જ પહેલી વખત જોયેલું છે. આ કેવડું મોટું છે, કહે છે ! આ બધી ગાડી લઈ જાય, એને ખેંચી શકે છે !
પ્રશ્નકર્તા : હાથી કરતાય મોટું છે, કહે.
દાદાશ્રી : હાથીય નહીં જોયેલો બળ્યો ! હાથી જોયેલો હોય તેને ભાંજગડ છે ને ! એ ભારોભાર નિર્દોષતા, કશું જોયેલું જ નહીં ને !
પ્રશ્નકર્તા: હા, કશું જોયેલું નહીં.
દાદાશ્રી : કારણ કે મોસાળ હોય ધર્મજ, તે ગાડીમાં જવાનું ના હોય. કરમસદ મોસાળ હોય તોય ગાડીમાં જવાનું ના હોય. નડિયાદ હોય તો જવાનું થાય.
આવું જોયેલું જ નહીંને પ્રશ્નકર્તા : તો પછી ગામવાળા શહેર પહેલી વાર જુએ તો આશ્ચર્યચકિત જ થઈ જતા હશે ?
દાદાશ્રી : એ તો એવું થયું કે હું મેટ્રિકની પરીક્ષા આપવા બરોડા