________________
૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એ તો ઝવેરબાને પૂછેલું કે દાદા નાના હતા ત્યારે કેવા દેખાતા'તા? ત્યારે મને કહ્યું, “ગલગોટા જેવા, તે ગલો નામ પાડ્યું'તું.”
દાદાશ્રી : તે ભૂસાતા ભૂસાતા બહુ વર્ષો થયા. હવે લોકો “અંબાલાલ’ બોલે છે.
દસ વર્ષ સુધીની ઉંમર તોય રહેતા દિગંબરી
અમારી ખડકીમાં બધા દસ-અગિયાર વર્ષના છોકરાં હોય ને, તે બધા દિગંબર જ હોય. તે નાહવા જાય તે બધા કપડા કાઢીને જ જવાનું, પલાળે નહીં.
પ્રશ્નકર્તા : દિગંબર ?
દાદાશ્રી : અમે તો વૈષ્ણવધર્મમાં જન્મેલા ને, એટલે શ્વેતાંબરસ્થાનકવાસી, આ બીજા બધા ધર્મ સંપ્રદાય વિશે અમે નાનપણથી કશું સાંભળેલું નહીં. પણ દિગંબર શબ્દ પહેલેથી સાંભળેલો. કારણ કે તે જમાનામાં નાના છોકરાઓને કંઈ કપડાં પહેરવાની, ચડ્ડીઓ પહેરવાની સિસ્ટમ નહોતી. એ જમાનામાં છોકરાંને, નાના બાબાઓને કપડાં પહેરાવાનું નહોતું આવતું. કપડાંની અછત બહુ હતી. એટલે કપડાં ના પહેરાવે, એમ ને એમ દિગંબર ફર્યા કરે.
ધાવણા હતા ત્યારથી તે દસ વર્ષ સુધી તો નાગા ફર્યા હતા અને લોકોય “દિગંબરી' કહેતા હતા. “દિગંબરી આવ્યો’ કહે.
પુનીબા શું કહે ? ‘લે, પેલો દિગંબર પાછો આવ્યો !મેં કહ્યું, “આ દિગંબર કેમ કહે છે ?' હવે દિગંબરી સાધુ આવું ફરે એટલે દિગંબરી કહે ને !
હા, તે દિગંબર ફર્યા કરે છોકરાંઓ. એટલે કોઈ બઈ જરા તોફાની હોય ને તો એ કહે, “મૂઓ, આ દિગંબરની પેઠ ફર્યા કરે છે. રડ્યા, ગરમી લાગે છે તને એવું કહે. પેલો છોકરો કપડાં કાઢી જ નાખે ઘેર આવીને અને પોળમાં ફરવા જાય. હવે કેમ પહોંચી વળાય આમાં ?
પ્રશ્નકર્તા ઃ ગામડાની રીતભાત ને એ ! અને દાદા, પહેલાંના