________________
[૧.૧] કુટુંબનો પરિચય
અમે મૂળ અડાલજતા ભાદરણની પહેલાં અમે મૂળ તો પટેલોના દીકરા, ગામડામાંથી આવેલા. કયું ગામ કહ્યું'તું એમણે ?
પ્રશ્નકર્તા ઃ અડાલજ, અડાલજ.
દાદાશ્રી : અડાલજ. શાથી અમે એ ગામનું નામ યાદ રાખ્યું છે ? કારણ કે મૂળ અમે ત્યાંના છીએ. મૂળ અમે અડાલજના છીએ. અમારા જે છ ગામવાળા છે ને, એ બધા અડાલજના છે. ઘેડિયા અમારા મૂળ અડાલજના.
પ્રશ્નકર્તા : એ તો મારા ફાધરેય કહે છે કે આપણા બાપ-દાદા ત્યાંના છે, મૂળ અડાલજના.
દાદાશ્રી : એય અડાલજના, પણ હવે તો કેટલાક મહીં અડાલજના નથી હોતા પાછા. તેને આપણાથી કેમ કહેવાય ? દબાણ કરીને કહેવાય નહીંને આપણાથી. એટલે આપણે તો તમારા ફાધરે તમને કહ્યું હોય તો તમે સાચા, પણ આમના ફાધરે ના પાડી હોય, ત્યારે શું કરીએ આપણે ? પાટીદાર તો ખરા ને, કાંઈ પાટીદાર ઓછા મટી જાય છે ?
“મા” જાતવાન, “બાપ' કુળવાન પ્રશ્નકર્તા: જ્ઞાની તરીકે આપ જે ઓળખાયા એ પહેલાંના તમારા પૂર્વજીવનની એટલે કે તમારું કુટુંબ, માતા-પિતા, ત્યાંનું વાતાવરણ, ઘડતર, કાળ એની કંઈ વાત કરો ને !
દાદાશ્રી : હા, વાતાવરણ કુટુંબનું સારું, વાતાવરણ સંસ્કારી, સંસ્કારી
કુટુંબ.
મારા મધર તો એવા હતા કે ખોથા ના પડે તેવા હતા. ભોંય (જમીન) સારી ન હોય તો છોડવો શી રીતે સારો થાય ? તેમ આમાંય માતા સારી જોઈએ. એટલે મારો જન્મ તો બહુ મુલાયમ હાર્ટને પેટે થયેલો. અમારા બા જેવી સ્ત્રી મેં અત્યાર સુધી જોઈ નથી. એમના