________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧) દાદાશ્રી : આમ છીએ ચૌદસ (૩૫૬ ડિગ્રી) અને જન્મય ચૌદસના
દહાડે.
વતન, ચરોતરી છ ગામમાંના ભાદરણમાં પ્રશ્નકર્તા : જન્મ થયો મોસાળમાં તરસાળી ગામે અને તમારું ગામ કયું?
દાદાશ્રી : અમારું ગામ ભાદરણ, છ-સાત હજારની વસ્તીનું ગામ. અમે તો ભાદરણના પટેલ, છ ગામના પટેલ. એટલે પાટીદાર કમ્યુનિટીમાં આ ટૉપ ક્લાસ ગામો. એટલે અમારી પૈઠણ-બેઠણ મોટી હોય.
પ્રશ્નકર્તા: તે બહુ રોફવાળું ગામ હશે ?
દાદાશ્રી : હા, અમારા ગામમાં રિવાજ હતો મારા જન્મ પહેલાં, (જન્મના) વીસ વર્ષ પહેલાં એ રિવાજ હશે. એ શું હતો કે કોઈ પણ માણસ ઘોડા પર બેસીને ગામમાં થઈને જઈ શકે નહીં. રાજાય હોય, એ જાય તો એનેય ઉતારી મૂકવાનો.
પ્રશ્નકર્તા : ભાદરણ ચરોતરમાં આવ્યું ને ચરોતર પ્રદેશને બહુ વખાણ્યો છે ઘણાં સંતોએ.
દાદાશ્રી : હા, કૃપાળુદેવે કહ્યું કે “આ વાણિયાને ત્યાં જન્મ ના થયો હોત અને જો અહીંયા ચરોતરમાં થયો હોત, આવા લોકોમાં, તો લોકોનું બહુ કલ્યાણ થાત !!
પ્રશ્નકર્તા એટલે તમે આવ્યા છો ને હવે પણ !
દાદાશ્રી : સહજાનંદ સ્વામીયે વખાણ્યું કે “ભાઈ, અહીં વડતાલમાં મંદિર બાંધવા જેવું છે. ચરોતરમાં લીમડો, હેય, એના દર્શન કર્યા કરીએ એવો લીમડો હોય, નિરાંતે ! એની ગથ-બથ જુઓ તો હાથમાં ના આવે. બે જણ સામાસામી જાવ ત્યારે એને હાથમાં ગથે આવે એની તો અને બીજે બધે તો આમ કરીને “આઈ ગયો લેમડો,” ઊંચો (જાડો) થાય જ નહીં ને !