________________
વધવાનું ચાલુ થઈ ગયું. તકલાદી ઉપરના મોહ તૂટતા ગયા અને સંસારનું સ્વરૂપ ક્ષણે ક્ષણે ભય, ઉપાધિવાળું દેખાતું ગયું.
કુદરતી ચીજો બધી લોન ઉપર છે, મફત મળતી નથી. જે લેવું હોય તે લેજો પણ એ રીપે કરવું પડશે, એવું તારણ નાની વયમાં આવી ગયું હતું.
[૧૦.૧] વિધ વિધ ભય સામે... બાળક નાનું હોય તો એને ભૂત, સાપ, વીંછી, બહારવટિયાનો ભય લાગે, મરણનો ભય લાગે એવું બાળપણમાં અંબાલાલનેય ભય હતો. પણ એમનામાં વિશેષતા એ હતી કે ભયની સામે પડતા. વાસ્તવિકતામાં ભય છે કે નહીં, કયા કારણથી ભય લાગે છે તે મૂળમાંથી શોધી કાઢતા. અને જોડે જોડે જાત ઉપરની શ્રદ્ધા હતી કે મને કશું થાય જ નહીં ! છેવટે ખોળી કાઢે કે આ તો બધી કલ્પનાઓ જ છે એક જાતની ! કોઈ જગ્યાએ મહુડાના ઝાડમાં ભૂત રહે છે, ત્યાં ભૂતના ભડકા જોવા મળે છે, એવી સાંભળેલી વાતને તપાસ કરી તો જડ્યું કે માણસ અંધારી રાતે બીડી સળગાવતો હતો. કોઈ જગ્યાએ અંધારામાં બાવળનું ઠૂંઠું તેને ભૂત મનાવે. પોતાનો નીડર સ્વભાવ એટલે સત્યતા શોધી કાઢેલી.
[૧૦.૭] યમરાજતા ભય સામે શોધખોળ એ જમાનામાં આખા હિન્દુસ્તાનમાં એવી માન્યતાઓ હતી કે માણસ મરી જવાનો થાય ત્યારે જમરા (યમરાજ) એનો જીવ લેવા આવે. કૂતરું રડે એટલે જમરા આવી ગયા છે, હવે એ જીવ લઈને જશે. પાછું પાપ કર્યા હોય તો જમરા મારતા મારતા લઈ જશે. આવી વાતોથી લોકોને ભય પેસી જાય, નાના છોકરાને તો ગભરામણ થઈ જાય ! અંબાલાલને તેર વર્ષની ઉંમરે આ જમરાના ભયને લીધે એના સંબંધી વિચારણા ચાલુ થઈ ગઈ હતી કે આની હકીકત શું છે ?
પછી તો ઠેર ઠેર તપાસ કરતા ગયા. પંડિતોને પૂછયું, બ્રાહ્મણોને પૂછયું પણ સાચી વાત જાણવા ના મળી. ખૂબ તપાસ કરી, વિચારણા કરતા રહ્યા. છેવટે પચ્ચીસમે વર્ષે ખોળી કાઢ્યું કે જમરા નામનું કોઈ જીવડું જ નથી, કોઈ દેવ પણ નથી. યમરાજ નથી પણ નિયમરાજ છે.
45