________________
વ્યવહારને બોધકળાથી સોલ્વ કરી નાખતા. કોઈની દીકરી પરણાવવાની હોય, કોઈ છોકરાથી મા-બાપ કંટાળી ગયેલા હોય, પૈસામાં ગોટાળા કરતા હોય પણ અંબાલાલભાઈ પ્રકૃતિનું નિરીક્ષણ કરી પૉઝિટિવ ગુણો શોધીને માણસોને સુધારતા.
અથડામણ ટાળો” આ સૂત્ર એક ભત્રીજાને સુધારવામાં સોનેરી ચાવીરૂપ સાબિત થયેલું. કચરામાંથી રતન શોધી કાઢવાની એમની ગજબની દૃષ્ટિ હતી.
[૧૦] પ્રગટ્યા ગુણો નાનપણથી
[૧૦.૧] અસામાન્ય વ્યક્તિત્વ પહેલેથી નાનપણથી જ અસાધારણ વિચારસરણી હતી. તેર વર્ષની ઉંમરે અસામાન્ય વ્યક્તિ થવાનો વિચાર આવેલો. અસામાન્ય એટલે સામાન્ય માણસને જે તકલીફ પડે છે, તે અસામાન્ય માણસને તકલીફ જ ના લાગે. અસામાન્ય માણસ બીજાની હેલ્પને માટે જ હોય.
નાનપણથી જૂઠ-કપટ-ચોરી-લુચ્ચાઈ-લોભ એમના દિલમાં નહોતા. મનમાં તેવું વાણીમાં ને તેવું વર્તનમાં આવી જાય તેવી મન-વચન-કાયાની એકતાવાળી દશા !
આખું જીવન સમજણપૂર્વક જીવેલા. કોઈને સહેજ પણ ડખલારૂપ થઈશું તો પોતાને ડખલો આવશે. એટલે પોતે કોઈને ડખલરૂપ ના થાય એવી રીતની પ્રેક્ટિસ રાખેલી.
એમના જીવનમાં મુખ્ય ગુણ હતો સરળતા. બીજાની સાચી વાત હોય તો તરત એક્સેપ્ટ કરી લે.
[૧૦.૨] મમતા નહીં નાનપણમાં ગામડામાં બધા ભાઈબંધો સાથે ખેતરે જાય. મોગરી, મૂળા, શક્કરિયા કશુંક તાજું તોડીને ખાય. મકાઈ હોય તે ખાય. જે બીજા છોકરાંઓ હોય તે બાંધીને ઘરે લઈ આવે, પણ પોતે કશું જોડે ના લઈ જાય. સંગ્રહ કરવાની ટેવ જ નહીં. લોભ નામનો ગુણ જ નહીં, લાલચમમતા નહીં. આવા નાનપણથી પ્રાકૃત ગુણો ઊંચા લઈને જ આવેલા.
43