________________
૨૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપની સમક્ષ હાજર કરૂં. પુરોહિતનાં આ પ્રમાણેનાં વચને સાંભળી તેમણે આદેશ આપ્યો એટલે બંને રાજાને આદેશ થતાં પુરોહિત સારા વેશવાળા અને વિનીત એવા તે બંનેને રાજાની પાસે તેડી લાવ્યા. પછી ઉત્તમ વસ્તુની ભેટ મૂકીને પોતાના લઘુ બંધુ સહિત વસ્તુપાલ, પ્રસાદથી મધુર (પ્રસન્ન) આકારવાળા એવા તાતસહિત વીરધવલ રાજાને નમ્યો. એટલે સન્માન અને આસન આપતાં તેમનું આંતરિક ગૌરવ સાચવીને પિતાની આજ્ઞાથી વિરધવલ રાજા બાલ્યા કે –“તમારી આકૃતિ તમારામાં ગુણ-સમૃદ્ધિ સૂચવે છે, નમ્રતા કુલ-વિશુદ્ધિ દર્શાવે છે, વાણી શાસ્ત્રબોધ સૂચવે છે અને સંયમ વયની અધિકતા સૂચવે છે. આપના જેવા પુરૂષેથી સ્વામીના પિતૃકુળ સ્લાયતાને પામે છે, મનોરથરૂપ વૃક્ષ સફળ થાય છે અને યશની સાથે લક્ષમી વૃદ્ધિ પામે છે. અહો ! જ્યાં યૌવનમાં પણ કામવિકાર નથી, ધન કે વિનયની મર્યાદાનો વ્યતિક્રમ નથી અને દુર્જન, સાથે પણ જ્યાં લેશમાત્ર કપટભાવ નથી એવી આ તમારી નવીન આકૃતિ કોણે બનાવી છે ? આ ભૂતલ પર જે તે પ્રકારના ધર્મકર્મથી સંપત્તિ મળવી તે સુલભ છે પણ જેનાથી ઉત્તમ પુરૂષરત્નની પ્રાપ્તિ થાય એવાં સુકૃતે અત્યંત દુર્લભ છે. ન્યાયધર્મમાં નિપુણ અને સૂર્ય ચન્દ્ર સમાન મહાતેજસ્વી એવા તમારા જેવા બે બંધુએ અત્યારે અમારા લેચનના અતિથિ થયા એ અમારા પૂર્વ પુણ્યનો જ પ્રભાવ સમજ. આજે ઓચિંતે એકી સાથે અમારા ઘરમાં ચારે બાજુથી પુર્ણયને પ્રભાવ પ્રકટ થયે જણાય