________________
૪૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માહાતમ્ય સાંભળીને રાણીના મનોરથ પૂરવા રાજ ગુટિકાને માટે તે દેવમંદિરમાં ગયો. ત્યાં આવતાં અમારા સ્વામીને ત્રીજે દિવસે કોઈ ઉત્તમ પુરૂષે તેના મનોરથને પૂર્ણ કરનાર ગુટિકા આપી. એટલે જેની ઈચ્છા પૂર્ણ થઈ છે એ રાજા સત્વર પિતાને ઘરે આવ્યા અને દિવ્ય માહાત્મ્યવાળી તે ગુટિકા પોતાની મહારાણીને અર્પણ કરી. એટલે તેના પ્રભાવે રાણી અષ્ટાપદગિરિપર ભગવંતને વંદના કરવા ગઈ અને ત્યાંની યાત્રાને લાભ લઈને પોતાના નગરમાં આવી. ધર્મોન્નતિ નિમિત્તે તેણે અનેક મહોત્સવ કર્યો. પછી તેણે પોતાના નગરમાં યોક્ત વર્ણ તથા માન (પ્રમાણ) યુક્ત ચોવીશે પ્રભુની પ્રતિમાઓથી અલંકૃત પ્રાણીઓને આનંદ આપનાર સુવર્ણ—કળશથી સુશોભિત તથા ઇંદ્રના આવાસ સમાન અષ્ટાપદાવતાર નામે એક ઉન્નત ચિત્ય ચંદ્રકાંત પાષાણથી બંધાવ્યું. એટલે ત્યાં વિવિધ દેશથી આવતા ધુરંધર શ્રાવકથી જેનું વર્ણન ન થઈ શકે તેવા મહોત્સવો થવા લાગ્યા અને મહાયાત્રા પ્રવક્તી.
એકદા તે ચિત્યમાં જિનેશ્વરોને વંદન કરવાને માટે જેમના પાપ શાંત થઈ ગયાં છે એવા તથા સૂર્યના તેજને પણ વિડંબના પમાડનારા એવા ચારણુશ્રમણ પધાર્યા. તેમને નમસ્કાર કરીને નિર્મળ શક્તિને ધારણ કરનાર એવા વિનયી રાજાએ પૂછયું કે-“હે ભગવન્! આ ગગનગામિની ગુટિકા મને કોણે આપી?” એટલે હે રાજન્ ! ત્રણ જગતને આશ્ચર્ય ઉપજાવનાર એવું તમારું ચરિત્ર તેમણે તે રાજાની આગળ કહી સંભળાવ્યું. એટલે કૃતજ્ઞ એવા તે