________________
- સપ્તમ પ્રસ્તાવ
૩૬૩. બની ગયેલા રાજાએ વસ્તુપાલ મંત્રીશને કહ્યું કે “દેન્ય અને દયાથી વર્જિત એવું દિલીપતિનું સિન્ય આપણા દેશ પર વેગથી ધસી આવે છે એમ આ ચરપુરૂષે કહે છે. ગંગાના પ્રવાહની જેમ એને અત્યંત પ્રચંડ વેગ અટકાવવાને આ ધરાતલ પર કોઈ પણ રાજા સમર્થ નથી. એ ઉમત્ત યવનકુંજરોએ વિદ્વાનેમાં અગ્રેસર એવા ગર્દભિલા રાજાનું સરિતાને કાંઠે રહેલા વૃક્ષની જેમ મૂળથી ઉન્મેલન કરી નાખ્યું, વળી સૂર્યમંડળના અશ્વ જેવા અત્યંત સમર્થ અને ઉન્નત અશ્વપર આરોહણ કરીને જે અશ્વકીડા કરતા હતો એવા અનેક રાજાઓથી સેવ્યમાન અને અસહ્ય તેજવાળા શીલાદિત્ય રાજાનું પણ એ યવનોએ એક યવના છેડવાની જેમ ક્ષણવારમાં ઉચ્છેદન કરી નાખ્યું. વળી સૂર્ય સમાન તેજસ્વી જે રાજાની આજ્ઞા વસુધા પર સાત જનમાં રાજહંસીની જેમ કીડા કરી રહી હતી એવા અને ચંદ્ર સમાન ઉજ્જવળ યશવાળા જયંતચંદ્ર રાજાને પણ એ યવને એ બાણે વરસાવીને ક્ષણવારમાં નાશ કર્યો. વળી શહાબુદ્દીન બાદશાહને સમરાંગણમાં વીશ વાર બાંધીને ધર્મના મિષે જેણે છોડી મૂક હતા. તેવા ક્ષત્રિમાં અગ્રેસર પૃથ્વીરાજને પણ રાવણ સમાન એવા તેણે પોતાની કીર્તિ અને વીર્યની જેમ બાંધી લીધો, માટે એ દુરાશો દેવોને પણ અતિ દુર્ભય થઈ પડ્યા છે, તો તે બુદ્ધિનિધાન મંત્રિનું ! આપણે અત્યારે શું કરવું? તે કહો.”એટલે મંત્રીશ્વરે કહ્યું કે “હે સ્વામિન્ ! એ સંબંધી તમારે ચિંતા ન કરવી, આપની