________________
પર નેમિનાર કહી ભજન વિનોત
અષ્ટમ પ્રસ્તાવ
૪૯ પુરુષે સુકૃત સ્થિતિમાં સુંદરને કદાપિ એ છ ગણુ ન જોઈએ, માટે હવે તેના નામે શ્રી નેમિનાથનું ઉજજયંતાવતાર એવા નામનું રૌત્ય અબુદાચળ ઉપર કરાવું.” આ પ્રમાણે પિતાના અંતરમાં ચિંતવીને તેણે પોતાના વિનીત અનુજ બંધુ તેજપાલને તે વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે અબુદાચલ પર શ્રી નેમિનાથનું રૌત્ય કરાવવાના તેના ઉત્સાહને તેજપાલે પણ માન આપ્યું. પછી જયેષ્ઠ બંધુના આદેશથી પ્રૌઢ રાજાઓ સહિત તેજપાલ પિતે ચન્દ્રાવતીમાં ધારાવર્ષ રાજાને ત્યાં ગયો. એટલે રાજ્યભારની ધુરાને ધારણ કરનાર એવા તેજપાલ મંત્રીને આવેલ જોઈને રાજાએ તરતજ ઊઠીને તેને સ્નેહ સહિત આલિંગન કર્યું. પછી તેને સત્કારપૂર્વક સિંહાસન પર બેસારીને અચાનક આવવાનું તેણે કારણ પૂછ્યું. એટલે તેજપાલ બેલ્યો કે મારે જ્યેષ્ઠ બંધુ અબુદાચલ પર જિનચૈત્ય કરાવવાને ઈચ્છે છે, તેમાં તે તમારી મદદ માગે છે. તે સાંભળી ધારાવર્ષ રાજા બોલ્યા કે-“હે મહામંત્રિનું ! હું તમારા ચેષ્ઠ બંધુને સેવક છું, માટે સવ કાર્યમાં મને નિયુક્ત કરો. અહે! આજે મારું રાજ્ય સફળ થયું અને ગૃહસ્થિતિ પણ પ્રશંસનીય થઈ કે મંત્રીઓમાં ચિંતામણિ સમાન એવા તમે પોતે મારે ઘરે પધાર્યા. હે મંત્રિનું ! સર્વ જીવોને સુખકારી એવા જિનમાર્ગની જેમ તમારું દર્શન પણ ભાગ્ય વિના પામી શકાય તેમ નથી, માટે હે મહામતે ! એ મને રથ તમારે કૃતાર્થ કરે અને એ કાર્યમાં હું આપના આદેશને આધીન છું એમ સમજવું.” પછી