________________
- અષ્ટમ પ્રસ્તાવ '
૪૫૫
વચન સાંભળતાં ભગવંતના નિર્મળ ધ્યાનમાં પરાયણ એવા તેણે અનશન અંગીકાર કર્યું. પછી એક પહોર અતિક્રાંત થતાં આત્મ-આરામમાં જેની બુદ્ધિ વિરામ પામી છે અને જેને સંવેગરંગ ધારાધિરૂઢ છે એવા મંત્રીશ્વરે કહ્યું કે“મેં સજજનેને સ્મરણ કરવા લાયક કંઈ પણ સુકૃત્ય ન કર્યું અને મનેરથની માળા ફેરવતાં એમને એમ આયુષ્ય બધું સમાપ્ત થઈ ગયું, પરંતુ જિનશાસનની યુકિંચિત સેવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેના પ્રતાપે મને ભવોભવ જિનશાસનની સેવા જ પ્રાપ્ત થશે, કેમ કે જે રાગી પર પણ વિરાગ ધરાવે તેવી સંસારી સ્ત્રીઓને કોણ ઈર છે? તે જે વિરાગી પર રાગ ધરાવે છે એવી મુક્તિસ્ત્રીને જ ઈચ્છું છું. જ્યાં સુધી મને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવમાં શાસ્ત્રાભ્યાસ, જિનેશ્વરની સેવા, સજજનને સંગ, સાધુઓનાં ગુણગાન, કેાઈના પણ દોષ બોલવામાં મૌન, સર્વને પ્રિય અને હિતવચનનું બોલવાપણું અને આત્મભાવના મને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે બોલતાં જૈન મતમાં સૂર્ય સમાન અને જગત ના સુદિનદયના કારણરૂપ એ મંત્રીરૂપ સૂર્ય ક્ષણવારમાં અસ્ત પામ્ય.
તે વખતે સમસ્ત નિર્ચ થે પણ અત્યંત શોક પ્રકટ કરીને સમસ્ત જીવલોકને રોવરાવવા લાગ્યા, અને કવિઓ, પણ માટે સાદે રુદન કરવા લાગ્યા તે પછી સ્વજનની તે શી વાત? તેજપાલ મંત્રી તે વખતે અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યું કે –“અહો ! બહુ ખેદની.