________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૬૩
તપસ્વીઓને વર્ષાસન ખાંધી આપ્યાં, અને (૪૦૨૪) વર્ષાસના વાસ્તુભ વગેરે કરનારાઓને બાંધી આપ્યાં.
અન્ય આચાય એમ કહે છે કે-સાતસા દાનશાળાઓ, ચાસઠ નિમળ વાવા, સેકડા ઉન્નત પૌષધશાળાઓ અને શૈવ મઠા, તથા પાંચસેા વિદ્યાશાળાએ કરાવી. એ પ્રત્યેક પાઠશાળામાં (૩૫૦૦) જૈનમુનિએ પ્રતિદિન ભ્રાન્ત્યાદિક લેતા હતા. દરેક વર્ષે ત્રણ વાર સધભક્તિ સહિત સમસ્ત સયતાની પૂજા કરી, સ્નાત્ર નિમિત્તે કુંભ ( કળશ ), અક્ષતાદિ મૂકવા નિમિત્તે પાટલા તથા સિહાસના તે એટલાં કરાવ્યાં કે જેની સખ્યા જ થઈ ન શકે.
વળી તેણે પ્રકીર્ણાંક શુભ કાર્યો કર્યાં તે આ પ્રમાણેઆશાપલ્લીમાં ઉદયન ચૈત્યમાં તેણે પેાતાના પુત્રના શ્રેય નિમિત્તે શ્રી વીરપ્રભુ તથા શાંતિનાથનાં એ ખત્તક કરાવ્યાં. પાતાની માતાના પુણ્યનિમિત્તે તેણે સાંતુ અને વાયટીય વસહીમાં મૂલનાયકનાં બિબ કરાવ્યાં. સુજ્ઞ એવી અનુપમાદેવીના શ્રેયનિમિત્તે તેજપાલે થારાપદ્ર જિનચૈત્યમાં મૂળનાયકને સ્થાપન કર્યાં, અને ઉમારસિજ ગામમાં એક પરખ તથા મુસાફરખાનું કરાવ્યું. શ્રીમલદેવ તથા પૃસિંહના પુણ્ય નિમિત્તે સેરીસા પાર્શ્વ ભવનમાં શ્રી નેમિનાથ તથા વીરપ્રભુનાં બે ખત્તક કરાવ્યાં. વીજાપુરમાં મન્નુદેવના પુણ્યનિમિત્તે શ્રી વીરપ્રભુ તથા આદિનાથના મંદિર પર સુવર્ણ કળશ ચડાવ્યા. શ્રી તારગાજીના મડનરૂપ કુમારવિહારમાં શ્રી આદિનાથ તથા