________________
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આ ચરિત્રની પ્રથમ પ્રતિ વિનયી અને સુજ્ઞજનેમાં અગ્રેસર એવા એમનંદિ ગણિ નામના શિષ્ય ગુરુભક્તિને લીધે લખી આપી હતી. શ્રી ચૌલુક્યરાજાની રાજલક્ષ્મી તથા સર્વાધિકારની સ્થિતિના વ્યાપારમાં અદ્વિતીય ધુરંધર એવા શ્રી વસ્તુપાલ તથા તેજપાલ મહામંત્રીઓનું આ હર્ષાક સરસ ચરિત્ર, કવિવરોથી વાગ્યમાન થઈને જિનશાસનપર્યત જગતમાં જયવંત વૉ. इति महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीजयचंद्रसूरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हाँके
છમઃ પ્રસ્તાવઃ || ૮ || -
प्रशस्ति શ્રીતપાગચ્છમાં બહુ મહિમાથી જગતમાં વિખ્યાત તથા સમ્યજ્ઞાન-કિયાના નિધાન એવા શ્રીમાન જગચંદ્ર ગુરુ થયા. તેમની પાટે પ્રગટ પ્રભાવી એવા શ્રીમાનું દેવેદ્રગુરું થયા કે જેમની દેશનાસભામાં શ્રી વસ્તુપાલ સભાપતિ હતા. તેમના શિષ્ય અતિશય જ્ઞાનક્રિયાના ગુણેથી જગતને પૂજ્ય અને વિશ્વવિખ્યાત એવા વિધાનંદ સૂરિ થયા. તેમના પટ્ટરૂપ ઉદયાચલમાં સૂર્ય સમાન, અસાધારણ તેજના નિધાન અને પિતાનાં વચનવિલાસથી સજજનોને આનંદ આપનાર એવા શ્રી ધર્મઘોષસૂરિ થયા. ત્યાર પછી વીરશાસનનો મહિમા વધારનાર, મહાત્માઓમાં અગ્રેસર એવા શ્રી સોમપ્રભસૂરિ યુગપ્રધાન થયા. તે પછી