________________ ધમ શરીરે આરોગ્ય, ભાન નો અભ્યદય, સ્વજનોમાં પ્રભુત્વ, ભુવનમાં મહત્ત્વ, ચિત્તમાં વિવેક અને ઘરમાં વિત્ત એ ?.નુષ્યને પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ જગતમાં પરમ હિતકારક એક ધર્મ જ જયવંતો વર્તે છે કે જે બંધુરહિત જનને બંધુ સમાન છે, મિત્રરહિતને મિત્ર સમાન છે, વ્યાધિની વ્યથાથી બેહાલ થયેલાને સારા ઔષધુ સમાન છે, રાત-દિવસ દરિદ્રતાથી જેમનું મન પીડિત છે એવા જનોને તે ધન સમાન છે, અનાથના નાથ છે અને ગુણહીન જનોને ગુણના નિદાનરૂપ છે. રા ધર્મોમાં ઉપકારને ઉત્કૃષ્ટ ગણેલો છે અને ધર્મ સર્વથા સુખકર છે. (શ્રી વસ્તુપાલ ચરિત્ર પૃષ્ઠ નં. 32/33 પરથી.)