________________
૪૬૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પૂર્વક કર્યો. પછી શ્રી વસ્તુપાલ મંત્રીની ભવસ્થિતિ તે સુભટ શ્રાવકે આનંદપૂર્વક સર્વ સંઘને કહી સંભળાવી.
હવે શ્રી વસ્તુપાલ અને તેજપાલ મંત્રીએ જે જે સત્કાર્યો કર્યા તે સર્વની એકંદર સંખ્યા આ પ્રમાણે છે. (૧૩૧૩) નવીન જિન કરાવ્યાં, (૩૩૦૦) જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ જિનબિંબ ભરાવ્યાં અને એક લાખ શિવલિંગ કરાવ્યાં તથા (૩૨૦૦) જૈનેતર દેવગૃહ કરાવ્યાં. (૭૫૦) વિશાળ બ્રહ્મશાળાઓ, (૭૦૧) તપસ્વીઓનાં સ્થાનો તથા (૭૦૦) દાનશાળાઓ કરાવી. (૯૮૪) યતિઓને રહેવા યોગ્ય રમ્ય પુણ્ય (ધર્મ). શાળાઓ કરાવી. ત્રીશ પાષાણમય ઉન્નત કિલ્લા કરાવ્યા અને ચોરાશી સુંદર સરોવર તથા (૪૬૪) નિર્મળ જળની વાવે કરાવી. એકસો સિદ્ધાંતાદિ પુસ્તકના ભંડાર કરાવ્યા. ત્રેસઠ યુદ્ધ કર્યા. સુકૃતનાં અભિલાષપૂર્વક તેર અધ્યાત્રાએ કરી. “કળિકાળ કાળ” એવું તેણે બિરૂદ પ્રાપ્ત કર્યું અને પિતાનું નામ શશાંકબિંબમાં આલેખિત કર્યું. વળી તેણે એક પાષાણની અને ત્રણસો ઇંટેની પર કરાવી કે જ્યાં શ્રાવકે જળ ગળીને જ પીતા હતા. શ્રી સ્તંભતીથપુરમાં તેણે વિવિધ રચનાવાળાં (૮૦) પાષાણનાં તેરણે કરાવ્યાં, અને મલિન વૈભવને માટે તેણે એક તેરણ કરાવીને હજામાં (મક્કામાં) સ્થાપન કર્યું, (૧૦૦૦)
* કઈ જગ્યાએ ૧૨ા કહી છે. કારણ કે છેલ્લી યાત્રા માર્ગમાં જ સ્વર્ગવાસી થવાથી પૂર્ણ થઈ નહોતી.