________________
૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ત્યાંથી વ અદ્દભુત ચતુરંગ ધર્મની સામગ્રી પામીને ચેથા જન્મમાં એ પણ મોક્ષે જવાના છે. આ પ્રમાણેની ભગવંતની વાણી સાંભળીને જગત્પતિને તથા અનુપમા સાધ્વીને વંદન કરી આનંદ પામતે તે દેવ સ્વસ્થાનકે ગયે.
હવે તે અવસરે નાગપુરમાં ઉકેશના વંશમાં જન્મેલે અને સદગુણી એ શ્રીમાન્ સુભટશાહ નામે એક શ્રાવક રહેતા હતા. તેને શ્રી શંખેશ્વર પાશ્વનાથને વંદન કરવાને અભિગ્રહ હોવાથી પોતાના કુટુંબ સહિત ભેગાદિ વસ્તુઓ સાથે લઈને તે નીકળ્યો. રસ્તે ચાલતાં ચેથી ઉપદ્રવ પામવાને લીધે મનમાં ખેદ લાવી શ્રી પાશ્વનાથની પ્રતિમાને પૂજીને તેણે વિજ્ઞપ્તિ કરી કેહે દેવ ! સર્વ દેવેની પ્રજાને જીતનાર એ આપને મહિમા જગતમાં જાગતે છે, અને તેને દેવો પણ સદા ગાયા કરે છે. તે સમસ્ત વિશ્વના સ્વામિન્ ! એક નમસ્કાર માત્રથી તમે વિપત્તિને દૂર કરીને સર્વ સંપત્તિ આપો છો. આપના નામમાત્રથી પણ વિવિધ વ્યાધિઓ વિલય પામે છે અને ક્રૂર ચોરો પણ સર્વત્ર બંધુ જેવા થઈ જાય છે. હે જગન્નાથ! જગતની રક્ષા કરવાનું આપે વ્રત લીધું છે, છતાં પિતાના ઘરની રક્ષા કરવામાં કેમ મંદ થઈ ગયા છે ? આપને નમસ્કાર કરવા માટે આનંદથી આવતાં રસ્તામાં ચેરેએ તમારી પૂજાદિકની સામગ્રી મારી પાસેથી લૂંટી લીધી, તેથી ઈચ્છિત પૂરવાપણાની આપની ખ્યાતિ વૃથા થાય છે. જે પોતાના ઘરમાં લઘુતા પામે, તેને પવન પણ બહાર લઈ જાય છે.” આ પ્રમાણેની ભક્તિ મુગ્ધ એવા તેની