________________
૪૫૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રાજાએ પેટલાદપુરનું ઐશ્વર્ય આપ્યું. દશ વર્ષ પર્યત ભંડારીપદ ભોગવતાં તેજપાલે પૂર્વની રીતે અથી જનને દાન આપ્યું.
એકદા કુટુંબ સહિત શ્રી શંખેશ્વર જિનને વંદન કરવા જતાં ચંદ્રોન્માનપુરમાં તેજપાલ સ્વર્ગસ્થ થયે, એટલે ત્યાં જૈત્રસિંહે ગજ અની રચનાયુક્ત, તરણ સહિત અને મંદરાચલ સમાન ઉન્નત જિનમંદિર કરાવ્યું. વળી તેજપાલ મંત્રીના શ્રેયનિમિત્તે રાજાની આજ્ઞાથી એક સરોવર, ધર્મશાળા તથા બે દાનશાળા કરાવી.
જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન અને ધર્મધુરાને ધારણ કરવામાં ધુરંધર એવા મહામંત્રી વસ્તુપાલનું સ્વર્ગગમન થતાં વધમાનસ્વામીના શાસનમાં ક્રૂર દેવાંધકારની વ્યાપ્તિ જોઈને વિશેષ ઉત્પન્ન થયેલા વૈરાગ્યના રંગથી નિઃસંગવૃત્તિયુક્ત, નિર્મળ બ્રહ્મને જાણનાર, વૃદ્ધ ગચ્છના સ્વામી તથા સંવેગી પક્ષના અગ્રણી એવા શ્રી વધમાનસૂરિ ત્યારથી કેવળ આંબિલ વર્ધમાન તપ કરવા લાગ્યા. તેમને પારણાને માટે સર્વ સંધજનેએ આગ્રહ કર્યો, છતાં પિતાના શરીર પર પણ નિરપેક્ષ એવા તેમણે એ અભિગ્રહ લીધે કે “તપની સમાપ્તિ થતાં શ્રી શંખેશ્વર મહાતીર્થને વંદન કરીને પછી પારણું કરવું.” એટલે સંઘ સહિત તેઓ શંખેશ્વર તીર્થની યાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં જ તપથી અત્યંત કૃશ થઈ ગયેલા હોવાથી તેઓ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. તેઓ આસન્નસિદ્ધિક